વરસતા વરસાદમાં ધાબા પર ચઢીને રીલ બનાવી રહી હતી છોકરી, ત્યારે જ અચાનક પાછળ પડી વીજળી, કેમેરામાં કેદ થઇ ઘટના, જુઓ

રીલ બનાવવાના ચક્કરમાં મળવાનું હતું મોત ! વરસાદમાં ધાબા પર વીડિયો બનાવવા ચઢી યુવતી અને ત્યારે જ પડી વીજળી, વીડિયો જોઈને તમે પણ ફફડી ઉઠશો

Lightning struck while making the reel : સોશિયલ મીડિયા પર વાયરલ થવા માટે રીલ અને વીડિયો બનાવવાનો ક્રેઝ યુવાનોમાં સતત વધી રહ્યો છે. એકબીજાને જોઈને લોકો વિચિત્ર રીતે વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરી રહ્યાં છે. તેમને પ્રખ્યાત થવાનો આ એક સરળ રસ્તો લાગે છે. ઘણા લોકો માટે, આ શોખ સંભવિત કારકિર્દી બની ગયો છે, કેટલાક લોકો તેમની સામગ્રીમાંથી પૈસા પણ કમાય છે. જોકે, ઓનલાઈન લોકપ્રિયતા મેળવવાની આ ઈચ્છા ખતરનાક બની ગઈ છે, જેમાં પરફેક્ટ રીલ બનાવવા માટે લોકો પોતાનો જીવ જોખમમાં મૂકતા હોવાના અહેવાલો સામે આવ્યા છે.

ત્યારે હાલ આવી જ એક ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.  લાંબા સમય બાદ મંગળવારે સીતામઢી જિલ્લામાં થોડો સમય વરસાદ પડ્યો અને તે બુધવારે પણ ચાલુ રહ્યો. વરસાદ હોવા છતાં યુવક-યુવતીઓ રીલ બનાવવામાં વ્યસ્ત રહ્યા હતા. આ દરમિયાન એક છોકરી ઘરના ધાબા પર વરસાદમાં ડાન્સ કરી રહી હતી અને વરસાદની મજા માણી રહી હતી, જ્યારે તેનો મિત્ર તેનો વીડિયો બનાવી રહ્યો હતો.

અચાનક નજીકમાં વીજળી પડી. સદનસીબે, તે છોકરીને સીધી અથડાઈ નહોતી,  તેથી તેણીને કોઈ નુકસાન થયું ન હતું. વીજળી પડતા જ યુવતી ભાગવા લાગી હતી. આ વીડિયો હવે વાયરલ થયો છે, જેમાં વરસાદમાં ડાન્સ કરવાના ખતરનાક પરિણામો જોઈ શકાય છે. વીજળી પડવાની આ ઘટના કદાચ છોકરીની યાદમાં હંમેશા રહેશે અને તે વરસાદમાં રીલ બનાવવા વિશે બે વાર વિચારશે !

Niraj Patel