આજે Jr NTRના કઝિન તારક રત્નના અંતિમ સંસ્કાર, લાંબી સારવાર બાદ તોડ્યો દમ, પત્નીની હાલત રડી રડીને ખરાબ
સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી રવિવારના રોજ એક ખરાબ સમાચાર સામે આવ્યા. એક્ટર તારક રત્નનું હાર્ટ એટેકને કારણે નિધન થઇ ગયુ. આ ખબર બાદ ઇન્ડસ્ટ્રીમાં અને તેમના ચાહકોમાં શોકની લહેર ફેલાઇ ગઇ. તારક રત્ન સાઉથ સિનેમાના જાણિતા સ્ટાર અને એક રાજનેતા હતા. તે તેલુગુ દશમ પાર્ટી સાથે જોડાયેલા હતા.
RRR ફેમ ટોલિવુડ સુપરસ્ટાર જુનિયર એનટીઆરના કઝિન તારક રત્ન લાંબા સમયથી હોસ્પિટલમાં જીવન અને મોત વચ્ચે ઝઝૂમી રહ્યા હતા.તારક રત્નને 27 જાન્યુઆરીના દિવસે હાર્ટ એટેક એ સમયે આવ્યો જ્યારે તે પદયાત્રામાં સામેલ હતા. તે બાદ તેમને સીધા હોસ્પિટલ લઇ જવામાં આવ્યા અને તે બાદથી તેમની તબિયત સતત બગડતી ગઇ.
તેમને બેંગલુરુના હ્રદયાલય હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યા. જ્યાં તેઓ સારવાર દરમિયાન કોમામાં ચાલી ગયા. હોસ્પિટલમાં લાંબો સમય વીતાવ્યા બાદ આખરે તેમણે દમ તોડી દીધો. તેઓ લગભગ 39 વર્ષના જ હતા.
તેમના નિધનથી પરિવાર સહિત ઇન્ડસ્ટ્રીમાં પણ સન્નાટો છે. તારક રત્ન સાઉથ સુપરસ્ટાર અને આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી રહેલા એનટી રામારાવના પૌત્ર છે. તેમના પિતા નંદમુરી મોહન કૃષ્ણ હતા. આ કારણે તેઓ સંબંધમાં જુનિયર એનટીઆરના કઝિન છે. તારક રત્ન તેમની પાછળ પત્ની આલેખ્ય અને બાળકને છોડી ગયા છે. જણાવી દઇએ કે, તારક રત્ન તેલુગુ સિનેમાના એક જાણિતા એક્ટર પણ હતા.
ફિલ્મ સ્ટારે અમરાવતી, તારક અને યુવા રત્ન જેવી ઘણી શાનદાર ફિલ્મ દર્શકોને આપી છે. આ સાથે જ તે રાજનીતિની દુનિયામાં પણ એક્ટિવ હતા. ફિલ્મ સ્ટાર તારક રત્નનું પાર્થિવ શરીર તેમના હૈદરાબાદ સ્થિત ઘરે લઇ જવામાં આવ્યુ હતુ. જ્યા રીતિ રિવાજ અનુસાર અંતિમ સંસ્કાર આજે હતા અને તારક રત્નાના પેરેન્ટ્સ અંતિમ સંસ્કારના દિવસે એટલે કે આજે દીકરાનો ચહેરો છેલ્લીવાર જોવા આવ્યા હતા.
તેમની માતા દીકરાના પાર્થિવ દેહ આગળ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા અને પિતાના ચહેરા પર પણ ઉદાસી દેખાઇ રહી હતી. ઘણા સેલેબ્સ અને રાજનેતા પણ એક્ટરના અંતિમ દર્શન માટે આવી પહોંચ્યા હતા.એવી પણ ખબર છે કે તારક રત્નના નિધનની ખબર સાંભળી પત્ની આલેખ્ય રેડ્ડી બીમાર પડી ગઇ હતી. તેણે બે દિવસથી કંઇ જ ખાધુ નથી.