પોતાના ગીતોથી ગુજરાતીઓના દિલમાં અનેરી જગ્યા બનાવનારા કચ્છી કોયલ ગીતાબેન રબારી જીવે છે આવી આલીશાન લાઈફ, કાર કલેક્શનમાં જુઓ કઈ કાર છે સામેલ..

જેના ડાયરામાં થાય છે નોટોનો વરસાદ, જેના ગીતો પર ઝૂમે છે આખું ગુજરાત, એવા ગીતાબેન રબારી જીવે છે આવું જીવન… જુઓ તસવીરો

ગુજરાતી ગાયિકા ગીતાબેન રબારી આજે ગુજરાતનું જ નહિ પરંતુ દેશ અને દુનિયાનું ખુબ જ મોટું નામ બની ગયું છે. તે ફક્ત ભારતમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ કાર્યક્રમો કરીને ગુજરાતનું ગૌરવ વધારે છે. ગીતાબેનના કાર્યક્રમોમાં હજારોની સંખ્યામાં જનમેદની પણ ઉમટતી હોય છે. ત્યારે ચાહકો પણ ગીતાબેન વિશે જાણવા માટે ખુબ જ આતુર પણ રહેતા હોય છે.

ગીતાબેન રબારીના ઇન્સ્ટાગ્રામ પર જ 26 લાખ કરતા વધારે ફોલોઅર્સ છે, તેમની તસવીરો અને વીડિયો આવતાની સાથે જ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. ગીતાબેન તેમના ચાહકોને પણ ક્યારેય નિરાશ નથી કરતા અને પોતાના અંગત જીવન તેમજ કાર્યક્રમોની ઝાંખી સોશિયલ મીડિયા દ્વારા શેર કરતા રહે છે.

ગીતાબેન તેમના લાઈવ પ્રોગ્રામ અને ગીતો દ્વારા ખુબ જ મોટી કમાણી પણ કરતા હોય છે. ત્યારે આજે અમે તમને જણાવીશું ગીતાબેન રબારી કેવી આલીશાન લાઈફ જીવે છે. “રોણા શેરમાં” ગીત દ્વારા આખા ગુજરાતમાં નામ મેળવી ચૂકેલા ગીતાબેન રબારીને લોકો આજે કચ્છી કોયલના નામથી જાણીતા બની ગયા છે.

ગીતાબેન રબારીનો જન્મ 31 ડિસેમ્બર 1996ના રોજ કચ્છના તાપરમાં થયો હતો. તેમણે તેમનું પ્રાથમિક શિક્ષણ જામનગરની JNV સ્કૂલમાંથી લીધું હતું. ગીતાબેને ખુબ જ નાની ઉંમરમાં ગાવાનું પણ શરૂ કરી દીધું હતું અને ફક્ત 20 વર્ષની ઉંમરમાં તો આખા ગુજરાતનું એક મોટું નામ પણ બની ગયા.

ગીતાબેન રબારીના લગ્ન પૃથ્વી રબારી સાથે થયા છે. ઘણા પ્રસંગોમાં પૃથ્વી રબારી પણ ગીતાબેન સાથે જોવા મળે છે. પૃથ્વી રબારી પણ તેમના સોશિયલ મીડિયા પર ઘણીવાર ગીતાબેન સાથેની તસવીરો શેર કરતા રહે છે અને ઘણા વિદેશ પ્રવાસોમાં પણ તે તેમની સાથે જ જોવા મળે છે.

ગીતાબેન રબારી તેમના કાર્યક્રમોમાં મોટાભાગે પારંપરિક પહેરવેશમાં જ જોવા મળતા હોય છે. ક્યારેક વિદેશમાં તો ક્યારેક દેશમાં જયારે તે ફરવા માટે જતા હોય ત્યારે વેસ્ટર્ન લુકમાં તેઓ જોવા મળે છે. ગીતાબેન રબારીએ તેમની ગાયિકા દ્વારા ઘણા સન્માન પણ મેળવ્યા છે.

ગીતાબેનના કારના શોખ વિશે વાત કરીએ તો તેમની પાસે પહેલા સ્વીફ્ટ કાર હતી પરંતુ થોડા સમય પહેલા જ તેમણે શાનદાર ટોયટા ઇનોવા ક્રિસ્ટા કાર ખરીદી હતી. આ કાર તેમણે ગયા વર્ષે મેં મહિનામાં જ ખરીદી હતી. આ કારની એક્સ શો રૂમ કિંમત કિંમત 17.86 લાખથી શરૂ થઈને 25.68 લાખ સુધી છે. જો કે ગીતાબેને કયું મોડલ ખરીદ્યુ તેના વિશેની કોઈ જાણકારી નથી.

Niraj Patel