‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ની ટીમનું મિની રિયૂનિયન, શાહરૂખ ખાને સ્મૃતિ ઇરાનીની દીકરીના રિસેપ્શનમાં બતાવ્યો સ્વેગ

જુઓ તસવીરો ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ની ટીમનું મિની રિયૂનિયન, શાહરૂખ ખાને સ્મૃતિ ઇરાનીની દીકરીના રિસેપ્શનમાં બતાવ્યો સ્વેગ, હોટ લુકમાં જોવા મળી ટીવીની નાગિન મૌની રોય

વર્ષ 2000માં એકતા કપૂર એક ટીવી સીરિયલ લઇને આવી હતી, જેનું નામ હતુ ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’. આ શોને એટલો પસંદ કરવામાં આવ્યો હતો લગભગ 8 વર્ષ સુધી આ શોએ પડદા પર રાજ કર્યુ હતુ. 4 જુલાઇ 2000થી 7 નવેમ્બર 2008 સુધી આ શો ચાલ્યો હતો, જેણે દર્શકોનું ઘણુ મનોરંજન કર્યુ હતુ. ગુજરાતી પરિવારની આસપાસ બનેલી આ કહાનીએ બધાને બાંધી રાખી હતી.

પરિણામ એ છે કે આજે પણ આ શોના પાત્રો તેમના અસલ નામ કરતા વધારે પાત્રના નામથી વધારે ઓળખાય છે. આ શોની લીડ સ્ટારકાસ્ટ સ્મૃતિ ઇરાની(તુલસી) અને રોનિત રોય(મિહિર) હતા. સ્મૃતિ ઇરાની હવે પડદાથી દૂર રાજનીતિમાં સક્રિય છે અને રોનિત રોય ટીવીથી લઇ બોલિવુડ સુધી પોતાના અભિનયથી ધમાલ મચાવતા રહે છે.

હાલમાં જ સ્મૃતિ ઇરાનીની દીકરી શૈનેલ ઇરાનીએ રાજસ્થાનના ખીંવસર ફોર્ટમાં અર્જુન ભલ્લા સાથે શાહી લગ્ન કર્યા હતા. લગ્નમાં તો માત્ર પરિવારજનો જ હાજર રહ્યા હતા પણ સ્મૃતિ ઇરાનીની દીકરીનું રિસેપ્શન હાલમાં જ શુક્રવારના રોજ યોજાયુ હતુ, જેમાં બોલિવુડ હસ્તિઓ સામેલ રહી હતી. ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ની ટીમ પણ આ રિસેપ્શન પાર્ટીમાં હાજર રહી હતી.

રોનિત રોય, મૌની રોય, એકતા કપૂર, જીતેન્દ્ર, રવિ કિશન અને શાહરૂખ ખાન સહિત કેટલીક હસ્તિઓ હાજર રહી હતી. રોનિત રોય અને સ્મૃતિ ઇરાનીને એક ફ્રેમમાં જોઇ તો લોકોને મિહિર અને તુલસી તેમજ જૂના દિવસો પાછા યાદ આવી ગયા. બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાન પણ સ્મૃતિ ઇરાનીની દીકરીના રિસેપ્શનમાં સ્વેગ સાથે પહોંચ્યો હતો, આ ઉપરાંત મૌની રોય પતિ સૂરજ નામ્બિયાર સાથે તો રોનિત રોય પણ તેની પત્ની સાથે પાર્ટીમાં જોવા મળ્યો હતો.

જેની તસવીરો મૌની અને રોનિતે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. શાહરૂખ ખાને રિસેપ્શન માટે ઓલ બ્લેક સૂટ પસંદ કર્યો હતો, જેમાં તેનો ચાર્મ અને સ્વેગ જોવાલાયક હતો. મૌની રોયે મિન્ટ ગ્રીન સાડી પહેરી હતી. આ લુકમાં તે ગોર્જિયસ લાગી રહી હતી. જણાવી દઇએ કે, ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’માં રોનિત રોયે મિહિર વિરાણીનું પાત્ર ભજવ્યું હતું. જ્યારે સ્મૃતિ ઈરાની તેની પત્ની તુલસી વિરાણીના રોલમાં જોવા મળી હતી.

આ શોનો ટ્રેક લોકોને એટલો ગમ્યો કે આજે પણ તેઓ સ્ટાર્સને પાત્રના નામથી જ બોલાવે છે. જ્યારે સ્મૃતિ અને રોનિત એક જ ફ્રેમમાં એકસાથે જોવા મળ્યા તો લોકો પણ કમેન્ટ કરતા પોતાને રોકી ના શક્યા. એક યુઝરે લખ્યું- અમારા મિહિર અને તુલસી. એકે કહ્યું- તમે ફિલ્મોમાં કામ કરો તો પણ તમે હંમેશા મિહિર વિરાણી તરીકે ઓળખાતા રહેશો. કારણ કે આ રીતે અમે તમને ઓળખ્યા.

એકે લખ્યું- મિહિર અને તુલસીએ અમારા બાળપણની યાદોને યાદગાર બનાવી દીધી છે. જણાવી દઈએ કે એકતા કપૂર પણ પિતા જીતેન્દ્ર સાથે સ્મૃતિ ઈરાનીની દીકરીના રિસેપ્શનમાં પહોંચી હતી. સ્મૃતિ ઇરાનીની દીકરી શૈનેલની વાત કરીએ તો, તેણે અર્જુન સાથે વર્ષ 2021માં સગાઈ કરી હતી. આ પછી બંનેએ ફેબ્રુઆરી 2023માં લગ્ન કરવાનો નિર્ણય લીધો.

Shah Jina