‘પીછે હટ’, 1992ના વર્લ્ડ કપને લઇને પોતાની વાત પર ટ્રોલ થઇ પાકિસ્તાની અભિનેત્રી, આપ્યો કરારો જવાબ

પાક એક્ટ્રેસ નિદાએ ટ્રોલર્સને આપ્યો કરારો જવાબ, 1992ના વર્લ્ડકપને લઇને કહેલી વાત પર થઇ હતી ટ્રોલ

પાકિસ્તાનની જાણિતી ટીવી હોસ્ટ અને અભિનેત્રી નિદા યાસિરને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે, જેનું કારણ છે 1992માં થયેલ ક્રિકેટ વર્લ્ડ કપને લઇને તેને કરવામાં આવેલ સવાલ અને તેના પર તેનો જવાબ. હાલમાં જ નિદા યાસિરને પૂર્વ ક્રિકેટર શોએબ અખ્તરના શો ઉર્દુફ્લિક્સ પર જોવામાં આવી હતી. અહીં મસ્તી કરતા શોએબે નિદાને વર્લ્ડ કપ સાથે જોડાયેલ સવાલો પૂછ્યા. આ સવાલોમાંથી એકના જવાબમાં નિદાએ જે કહ્યુ તેને કારણે ઇન્ટરનેટ પર તેની મજાક ઉડી રહી છે.

શોએબ અખ્તરે નિદા યાસિરને ઇન્ટરવ્યુ દરમિયાન પૂછ્યુ કે પાકિસ્તાન વર્લ્ડ કપ 1992માં ક્યારે જીત્યુ હતુ ? આ પર નિદાએ જવાબ આપ્યો કે આ જુઓ, 2006માં. તે બાદ શોએબે પૂછ્યુ કે 2009નો વર્લ્ડ કપ પાકિસ્તાને કયા વર્ષમાં જીત્યો હતો ? નિદાએ જવાબ આપ્યો- 1992. આ વચ્ચે તેની સાથે બેઠેલી અભિનેત્રી અને ટીવી હોસ્ટ શિયાસ્તા લોધી તેને ઇશારો કરી સાચો જવાબ બતાવવાની કોશિશ કરતી રહી.

બાદમાં તેણે નિદાને કહ્યુ કે કમસે કમ સવાલ તો બરાબર સાંભળી લે. જો કે, ત્યાં સુધી ઘણું મોડુ થઇ ચૂક્યુ હતુ. નિદા યાસિરનો આ વીડિયો સામે આવતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો અને લોકોએ તેની ખૂબ મજાક બનાવવાનું શરૂ કરી દીધુ. એક યુઝરે કમેન્ટ કરી- આ છે આપણી મોર્નિંગ શો હોસ્ટ. બીજાએ લખ્યુ- ઝાહિલ. એક અન્યએ લખ્યુ- આઇ ક્યુ લેવલ જીરો છે એકદમ.

જોકે, ટ્રોલ થયા બાદ નિદા યાસિર ઘણી નારાજ થઇ ગઇ અને તેણે પોતાની મજાક ઉડાવવાવાળાને કરારો જવાબ પણ આપ્યો. પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર અભિનેત્રીએ લખ્યુ- આવું મેં શું કરી દીધુ ? લોકો પોતાની જન્મ તારીખ, લગ્ન તારીખ અને બીજુ ઘણુ ભૂલી જાય છે. હાં, મને ખબર છે હાલતને કારણે ઘણુ ડિપ્રેશન છે, પણ મારી ભૂલને કારણે તમારા ચહેરા પર હસી આવી તો હસી લો ખુલીને, જે મને સાચેમાં પ્રેમ કરે છે એ તો કરતા રહેશે.

એટલા માટે મારો નારે છે પીછે હટ. જણાવી દઇએ કે, પાકિસ્તાને વર્ષ 1992માં ઇમરાન ખાનની કેપ્ટનશિપમાં વન ડે વર્લ્ડ કપ પોતાને નામ કર્યો હતો, તે બાદ 2009માં પાકિસ્તાને યુનિસ ખાનની અગુાઇમાં ટી20 વર્લ્ડ કપ પર કબ્જો જમાવ્યો.

 

View this post on Instagram

 

A post shared by Showbiz Spy (@showbizspy_)

Shah Jina