મહા શિવરાત્રી પર નીતિન જાની અને મીનાક્ષી દવેનો પૂજા કરતો વીડિયો, ચાહકો બોલ્યા.”સાક્ષાત શિવ-પાર્વતીની જોડી લાગે છે..”

નીતિન જાનીની મંગેતર મીનાક્ષીએ જીત્યા દિલ, મહા શિવરાત્રી પર પોતાના હાથે બનાવ્યું ખૂબ જ સરસ મજાનું શિવલિંગ… જુઓ વીડિયો

ખજુરભાઈ ઉર્ફે આપણા સૌના લોક લાડીલા નીતિનભાઈ જાની આજે આખા ગુજરાતનું જ નહિ પરંતુ દેશ અને દુનિયાનું પણ એક મોટું નામ બની ગયા છે. તેમણે તેમના કોમેડી વીડિયો અને અભિનયના કારણે ગુજરાતીઓના દિલમાં તો આગવી જગ્યા બનાવી જ લીધી હતી, પરંતુ સેવાકીય કાર્યોના કારણે પણ તે લોકોના દિલ જીતતા રહે છે.

ત્યારે સોશિયલ મીડિયામાં પણ નીતિનભાઈનો ખુબ જ મોટો ચાહકવર્ગ છે. તેમના જીવન વિશે પણ લોકો સતત જાણવા માટે ઉત્સુક રહેતા હોય છે. ત્યારે આપણે બધા જ એ વાત જાણીએ છીએ કે નીતિનભાઈએ થોડા સમય પહેલા જ મીનાક્ષી દવે નામની એક યુવતી સાથે સગાઈ કરી હતી. મીનાક્ષી સાથેની સગાઈની તસવીરો પણ ખુબ જ વાયરલ થઇ હતી.

ખજુરભાઈની સગાઈ મીનાક્ષી સાથે થતા જ લોકો પણ મીનાક્ષી વિશે જાણવા માટે આતુર બન્યા હતા કે તે કોણ છે ? ક્યાં રહે છે ? અને નીતિનભાઈ સાથે તેના લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ ? તે બંને ક્યાં મળ્યા ? વગેરે વગેરે અને એટલે જ નીતિનભાઈના ચાહકો પણ મીનાક્ષીને ફોલો કરવા લાગ્યા અને તેમના સોશિયલ મીડિય પર નીતિનભાઈ સાથેની તસવીરોને પસંદ પણ કરવા લાગ્યા.

નીતિન જાની અને મીનાક્ષી દવે એકબીજાને પહેલા નહોતા ઓળખતા, મીનાક્ષી સામાન્ય લોકોની જેમ જ ખજુરભાઈની ફેન હતી. પરંતુ નીતિનભાઈના મમ્મીને એક મંદિરમાં મુલાકાત દરમિયાન મીનાક્ષી પસંદ આવી, ખજુરભાઈને તેમના મમ્મીએ વાત કરતા તેમને મુલાકાત કરી અને પછી માંગુ નાખ્યું હતું. જેના બાદ બંને સગાઈના બંધનમાં બંધાયા.

ત્યારે હાલ મીનાક્ષીએ તેના સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો છે. જેના ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે અને મીનાક્ષીની વાહ વાહ પણ કરી રહ્યા છે. બે દિવસ પહેલા જ મહાશિવરાત્રીનો અવસર ગયો અને આ દિવસે દેશભરમાં લોકો શિવ મંદિરમાં જઈને શિવજીની આરાધના કરી હતી.

ત્યારે સામે આવેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મીનાક્ષી દવે પોતાના હાથે માટીથી શિવલિંગ બનાવી રહી છે. મીનાક્ષી નાનું પણ ખુબ જ સુંદર શિવલિંગ બનાવે છે. જેના બાદ ખજુરભાઈ પણ તેમની પાસે બેસે છે, મીનાક્ષી ખજુરભાઈને તિલક કરે છે અને તેના બાદ બંને સાથે મળીને શિવજીની પૂજા કરતા જોવા મળી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Rx meenakshi dave (@meenakshi_dave_)

ત્યારે મીનાક્ષી દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોને હવે ચાહકો પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે અને મીનાક્ષીના આવા અંદાજને પણ વખાણી રહ્યા છે. ઘણા લોકો કોમેન્ટમાં એમ પણ કહી રહ્યા છે કે મીનાક્ષી ખુબ જ ભાગ્યશાળી છે કે ખજુરભાઈના ઘરમાં કંકુ પગલાં પાડશે. તો ઘણા લોકો મીનાક્ષીના પણ વખાણ કરતા જોવા મળી રહ્યા છે.

Niraj Patel