માથા પર ચંદનનો તિલક, ગળામાં શિવની ચુંદડી…મહાદેવની ભક્તિમાં ડૂબી સારા અલી ખાન

હાથમાં બંગડી, માથા પર ચંદનનો તિલક, ગળામાં ચુંદડી, સારા અલી ખાન મહાદેવની ભક્તિમાં લીન, ધર્મને લઇને લોકોએ કરી દીધી ટ્રોલ

બોલિવુડ અભિનેત્રી સારા અલી ખાન ભલે ફિલ્મી દુનિયા ચકાચોંધનો એક મહત્વનો ભાગ હોય, પણ અધ્યાત્મ અને ભક્તિ પણ તેના જીવનનો અતૂટ ભાગ છે. તેની ઝલક ઘણીવાર તેના સોશિયલ મીડિયા પર જોવા મળે છે. સારા ભગવાન શંકરમાં અતૂટ આસ્થા રાખે છે અને અવાર નવાર તે તેના વ્યસ્ત શેડ્યુલથી સમય નીકાળી ભોલેનાથના દર્શન માટે જતી હોય છે.

ત્યારે શિવરાત્રિના અવસર પર પણ સારા શંકર ભગવાનની પૂજા કરવા પહોંચી અને મંદિરની અંદરથી ભગવાનની ભક્તિમાં લીન સારાએ પોતાની કેટલીક તસવીરો ચાહકો સાથે શેર પણ કરી. ચાહકોને આ તસવીરો ઘણી પસંદ આવી પણ કેટલાક યુઝર્સ સારાને મંદિરમાં જોઇ નારાજગી જાહિર કરી રહ્યા છે,

આ જ કારણ છે કે સારાની તસવીરો ટ્વિટર પર ટ્રેન્ડ થઇ રહી છે. મુસ્લિમ પિતા સૈફ અલી ખાન અને હિંદુ માતા અમૃતા સિંહની લાડલી સારા અલી ખાન ઘણીવાર મંદિર દર્શન માટે જાય છે. તેને શિવ ભગવાન પ્રત્યે અતૂટ શ્રદ્ધા છે. સારા બંને ધર્મને માને છે અને તેના સાથે જોડાયેલ અવસરને સેલિબ્રેટ કરે છે.

સારા અલી ખાન શિવ ભક્ત છે અને આ વાત કોઇથી છૂપી નથી. તે પોતે સોશિયલ મીડિયા પર ઘણીવાર એવી તસવીરો શેર કરે છે, જેમાં તે શિવ ભક્તિમાં લીન જોવા મળે છે. ત્યારે મહાશિવરાત્રિ પર એકવાર ફરી સારાએ સાબિત કરી દીધુ કે તે મહાદેવની મોટી ભક્ત છે. સારાએ ઇન્સ્ટાર પર જે તસવીરો શેર કરી છે, તે અલગ અલગ મંજિરોની છે.

જેમાં તે સાંસારિક બંધનોથી મુક્ત કોઇ સાધારણ મહિલાની જેમ લાગી રહી છે. સારાની તસવીરોમાં ઉજ્જૈન, મહાકાલ, કેદારનાથની ઝલક જોવા મળી રહી છે. અભિનેત્રીને ભક્તિમાં લીન જોઇ કેટલાક ચાહકો તેના વખાણ કરી રહ્યા છે, જ્યારે કેટલાક ટ્રોલ કરી રહ્યા છે. એકે લખ્યુ- હું મારા દેશને તેની એકતાને કારણે પ્રેમ કરુ છુ. બધા હિંદુ ભાઇ બહેનોને હર હર મહાદેવ.

બીજાએ લખ્યુ- હું પણ મુસ્લિમ છું પણ હું પણ મિત્રો સાથે મંદિર, ચર્ચ જઉં છું, બધા એક જ છે. સારાની આલોચના કરતા એકે લખ્યુ- આ બધુ કરવું હોય તો કર, પણ નામ બદલીને. બીજાએ લખ્યુ- મુસ્લિમ થઇને મંદિરમાં દર્શન માટે કેમ જાયે છે ? ઘણા યુઝર્સ છે જે સારાને ટ્રોલ કરી રહ્યા છે અને તેને અનફોલો કરવાની વાત કરી રહ્યા છે.

જો કે, આ પહેલીવાર નથી કે સારાએ કોઇ મંદિરની તસવીરો શેર કરી હોય. આ પહેલા પણ સારા આવી તસવીરો શેર કરી ચૂકી છે. ઘણા લોકો અભિનેત્રીને ટ્રોલ કરે છે, પણ અભિનેત્રી આલોચનાઓથી બેપરવાહ પોતાનું જીવન જીવે છે.

સારાએ જે તસવીરો શેર કરી છે તેના કેપ્શનમાં લખ્યુ છે- જય ભોલેનાથ. સારા અલી ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે વિક્કી કૌશલ સાથે લુકા છુપ્પી 2, આદિત્ય રોય કપૂર સાથે મેટ્રો ઇન દિનો જેવી કેટલીક ફિલ્મોમાં નજર આવશે.

Shah Jina