કાર્તિક આર્યન પણ ના બચી શક્યો ! 4.5 કરોડની લક્ઝરી SUVથી કરી બેઠો એવી ભૂલ કે કપાયુ ટ્રાફિક ચલાણ

કાર્તિક આર્યનનું મુંબઇ પોલિસે શહેઝાદા સ્ટાઇલમાં કાપ્યુ ચલાણ, ટ્વીટમાં એવું તો શું લખ્યુ કે વ્યુઝ થઇ ગયા લાખ પાર

બોલિવુડના ચોકલેટી બોય કાર્તિક આર્યનની ફિલ્મ શહેઝાદા રીલિઝ થઇ ચૂકી છે અને આ વચ્ચે અભિનેતા તેની ફિલ્મ માટે આશીર્વાદ લેવા મુંબઇના સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યો હતો. આ દરમિયાન કાર્તિકે તેની કાર નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરી હતી, જેને લઇને કાર્તિક મુશ્કેલીમાં પડી ગયો. મુંબઇ ટ્રાફિક પોલિસે રોન્ગ સાઇડમાં કાર પાર્ક કરવા માટે કાર્તિક આર્યનનું ચલાણ કાપ્યુ હતુ અને સાથે જ મજેદાર ટ્વીટર કરી જાગરૂકતા ફેલવવાની પણ કોશિશ કરી હતી, જે ઘણી વાયરલ થઇ રહી છે.

મુંબઇ પોલિસે પોતાના ટ્વિટર હેન્ડલથી કાર્તિક આર્યનની લેમ્બોર્ગિનીની એક તસવીર શેર કરી અને કાર્તિકની ફિલ્મ પ્યાર કા પંચનામાના લોકપ્રિય મોનોલોગ સાથે કેપ્શન આપ્યુ. પોલિસે કેપ્શનમાં લખ્યુ- સમસ્યા ? સમસ્યા એ હતી કે કાર ખોટી સાઇડમાં પાર્ક હતી. એ વિચારવાની ભૂલ ના કરો કે શહેઝાદા ટ્રાફિક નિયમને તોડી શકે છે. જો કે, ટ્રાફિક પોલિસે અભિનેતાની ગાડીનો નંબર બ્લર કરી દીધો. શહેરની ટ્રાફિક પોલિસે ટ્વીટમાં કાર્તિક આર્યનના નામનો ઉલ્લેખ નહોતો કર્યો.

ટ્વીટથી તેમણે અભિનેતાના ડાયલોગ અને ફિલ્મના નામનો ઉપયોગ કર્યો. તેમણે લોકોને ટ્રાફિક ઉલ્લંઘન કરવાથી લોકોને રોકવા માટે અને જાગરૂકતા ફેલાવવા માટે સ્ટાઇલમાં ટ્વિટ કરી હતી. પોલિસે આગળ લખ્યુ હતુ- “#RulesAajKalAndForever।” આ ટ્વિટને 18 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી સુધી 106.3Kથી વધારે વખત જોવામાં આવી છે. દાદર ટ્રાફિક પોલિસ ડિવીઝનના એક પોલિસ અધિકારી અનુસાર, કાર્તિક આર્યન પર શુક્રવારે 500 રૂપિયા અને 750 રૂપિયાના બે ટ્રાફિક રૂલ્સ તોડવાના ચલાણ કાપવામાં આવ્યા.

અભિનેતાને ચલાણ ત્યારે મળ્યુ, જ્યારે તે તેના માતા-પિતા સાથે મંદિરમાંથી બહાર નીકળ્યો. ખોટી દિશામાં કાર પાર્ક કરવા માટે 500 રૂપિયાનું પહેલુ ચલાણ જારી કરવામાં આવ્યુ. કાર્તિક પર બીજુ ચલાણ મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત પોલિસના આદેશ/નિર્દેશની અવહેલના કરવા પર 750 રૂપિયામાં જારી કરવામાં આવિયુ હતુ. અભિનેતા પર મંદિર જવા દરમિયાન બે ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન માટે 1250 રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

જણાવી દઇએ કે, રોહિત ધવનના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ શહેઝાદામાં કાર્તિક આર્યન અને ક્રિતી સેનન સિવાય મનીષા કોઇરાલા, રોનિત રોય અને પરેશ રાવલ પણ છે. ટ્રેડિંગ એનાલિસ્ટ તરણ આદર્શ અનુસાર, શહેઝાદાએ ડેબ્યુ ડે પર કથિત રીતે 6 કરોડ જ કમાયા. કાર્તિક આર્યનના કાર કલેક્શનની વાત કરીએ તો, તેની પાસે BMW 5 સીરીઝ 520d, મિની કૂપર S, પોર્શ 718 બોક્સટર જેવી અનેક લક્ઝરી ગાડીઓ છે.

Shah Jina