ઓસ્ટ્રેલિયાના આ દિગ્ગજ સ્પિનરને એક દિવસ માટે ફોલો કરવાને લઈને ચર્ચામાં આવ્યો રવિન્દ્ર જાડેજા.. કારણ સામે આવ્યું તો લોકો પણ હેરાન રહી ગયા..
રવિન્દ્ર જાડેજા ભારતીય ટીમનું એક મોટું નામ બની ગયો છે. તેને પોતાના શાનદાર ઓલરાઉન્ડર પર્ફોમન્સથી દેશ અને દુનિયામાં મોટું નામ બનાવી લીધું છે. રવિન્દ્ર જાડેજાએ બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટમાં 10 વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાની કમર તોડી નાખી હતી. ટીમ ઈન્ડિયાએ દિલ્હી ટેસ્ટ 6 વિકેટથી જીતીને શ્રેણીમાં 2-0ની લીડ મેળવી લીધી છે. આ શાનદાર પ્રદર્શન બાદ રવિન્દ્ર જાડેજા તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી માટે ચર્ચામાં છે. તેણે બીજી ટેસ્ટ મેચ બાદ 24 કલાક સુધી કાંગારુ સ્પિનર નાથન લિયોનને ફોલો કર્યો.
રવિન્દ્ર જાડેજાએ પોતાની સ્ટોરીમાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટનો સ્ક્રીનશોટ મૂક્યો છે. દેખાઈ રહ્યું છે કે તે માત્ર 1 યુઝરને ફોલો કરી રહ્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું છે કે તે તેના મિત્ર નાથન લિયોનને 24 કલાક ફોલો કરી રહ્યો છે. લિયોને જાડેજાની સ્ટોરીનો સ્ક્રીનશોટ પણ પોસ્ટ કર્યો છે. ઈન્સ્ટાગ્રામ પર નાથન લિયોનને ફોલો કરતા રવિન્દ્ર જાડેજાની સ્ટોરી એકદમ ફની છે.
દિલ્હી ટેસ્ટ દરમિયાન પ્રથમ દાવમાં રવિન્દ્ર જાડેજાને કહ્યું, “તમે મને ઈન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરતા નથી. હું તમારા ફોલોઅપની રાહ જોઈ રહ્યો હતો. તમે કોઈને ફોલો નથી કરતા. શું તમે મને ફોલો કરશો ? આ વાતચીત સ્ટમ્પ માઈકમાં કેદ થઇ ગઈ હતી અને આ પછી જ રવિન્દ્ર જાડેજાએ લિયોનને ફોલો કર્યો.
ઈજા બાદ પરત ફરેલા રવિન્દ્ર જાડેજાએ પ્રથમ બે ટેસ્ટમાં શાનદાર બોલિંગ કરી છે. તેણે અત્યાર સુધી 4 ઇનિંગ્સમાં 17 વિકેટ ઝડપી છે. મેચ બાદ રવિન્દ્ર જાડેજાએ સતત તેને સ્વીપ કરવાનો પ્રયાસ કરવા બદલ ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો પર આકરા પ્રહારો કર્યા હતા. બીજા દાવમાં સ્વીપ કરવાનો પ્રયાસ કરતી વખતે ઓસ્ટ્રેલિયાના છ બેટ્સમેન આઉટ થયા હતા. ત્યાર બાદ તેણે સંજય માંજરેકરને કહ્યું, “મને નથી લાગતું કે આવી વિકેટ પર મારી સામે સ્વીપ સારો વિકલ્પ છે.”