‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ફેમ નેહા બની દુલ્હન ! ક્રિસ્ટલ લહેંગામાં સજેલી અભિનેત્રીએ એકદમ હટકે આપ્યો બ્રાઇડલ લુક- જુઓ તસવીરો

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ફેમ નેહા સરૂપાએ કર્યા લગ્ન, ખૂબ જ હટકે હતો અભિનેત્રીનો બ્રાઇડલ લુક ! જુઓ તસવીરો

ટીવીની સૌથી મશહૂર શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’થી ઘરે ઘરે પોતાની ઓળખ બનાવનારી નૈતિક સિંઘાનિયાની બહેન રશ્મિ એટલે કે નેહા સરૂપાએ તેના ચાહકોને ગુડ ન્યુઝ આપી છે. અભિનેત્રીએ હાલમાં તેના સપનાના શહેઝાદા અને તેના મંગેતર સાથે ધામધૂમથી લગ્ન કર્યા છે. યે રિશ્તાની રશ્મિ એટલે કે નેહા સરૂપાએ એક ખાસ તસવીર શેર કરી હતી,

જેમાં તે તેના પતિ સાથે પોઝ આપતી જોવા મળી હતી. તેના પતિનું નામ કરણ બબાની છે. નેહાએ જે તસવીર શેર કરી છે, તેમાં તેનો બ્રાઇડલ લુક જોઇ શકાય છે. અભિનેત્રીનો બ્રાઇડલ લુક એટલો સ્પેશિયલ લાગી રહ્યો છે કે ચાહકો નજર પણ નથી હટાવી શકતા. વેડિંગ ફોટોમાં કપલ એકબીજાની આંખોમાં ખોવાયેલ જોવા મળી રહ્યુ છે.

કપલે તેમના વેડિંગ આઉટફિટને કલર કોર્ડિનેટ કર્યુ છે. તેમના ચહેરા પર જે ખુશી તે છૂપાએ પણ નથી છૂપી રહી. ત્યાં અભિનેત્રીના બ્રાઇડલ લુકની વાત કરીએ તો, નેહાએ ક્રિસ્ટલ-એમ્બેડેડ લહેંગા ચોલી સાથે એક શીયર ઘુંઘટ કેરી કર્યો છે. તેણે તેના લુકને ડાયમંડ જ્વેલરી સાથે કંપલીટ કર્યો હતો.

આ સાથે ખાસ નેકપીસ અને મેચિંગ સ્ટેટમેંટ ઇયરિંગ્સ, માંગ ટીકો, માથા પટ્ટી અને ગુલાબી ચુડો પહેર્યો છે. કર્વી ઓપન હેયરડૂ સાથે તેનો લુક ખૂબ જ સરસ લાગી રહ્યો હતો. જણાવી દઇએ કે, નેહાએ કરણ સાથે 16 ફેબ્રુઆરી 2023ના રોજ લગ્ન કર્યા હતા. પ્રીવેડિંગ ફંક્શનની વાત કરીએ તો, મહેંદી માટે નેહાએ ગ્રીન લહેંગા સાથે મેચિંગ ચોલી અને દુપટ્ટો પહેર્યો હતો.

તેણે પોતાના લુકને ફ્લોરલ જ્વેલરીથી એક્સેસરાઇઝ કર્યો હતો અને આ દરમિયાન તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી. કરણ અને નેહાએ દિલ ખોલી ઇવેન્ટમાં ડાંસ કરતા પોતાની એક એક પળનો આનંદ ખાસ રીતે લીધો હતો.

ઉલ્લેખનીય છે કે, 24 જાન્યુઆરી 2023ના રોજ નેહા સરૂપાએ ઇન્સ્ટા હેન્ડલથી એક ક્રૂઝ પર પોતાની ભવ્ય બેચલર પાર્ટીનો એક વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં નેહા તેની બેસ્ટી સાથે પોઝ આપતી જોવા મળી હતી.

Shah Jina