નવાઝુદ્દીન સિદ્દીકીની નોકરાણીએ લગાવ્યો ગંભીર આરોપ, રડતા રડતા વીડિયો બનાવી સંભળાવી આપવીતી, કહ્યુ- મને એકલી…

નવાઝુદ્દીન સિદ્દીકીની નોકરાણી દુબઇમાં ફસાઇ, રડતા રડતા સંભળાવી આપવીતી, “દુબઇ વાળા ઘરમાં છોડી દીધી, ના ખાવાનું-ના પૈસા”

નવાઝુદ્દીન સિદ્દીકી છેલ્લા ઘણા દિવસોથી ઘરેલુ વિવાદને લઇને ચર્ચામાં છે. ત્યારે તેની મુશ્કેલીએ ઓછી થવાનું નામ નથી લઇ રહી. આ દરમિયાન તે ફરી એકવાર મુસીબતમાં ફસાયો છે. સપના નામની એક છોકરીનો વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલો છે, જેમાં તે રડતા રડતા તકલીફો વ્યક્ત કરી રહી છે. તેને દુબઇમાં નવાઝુદ્દીન સિદ્દીકીના બાળકોની દેખરેખ માટે રાખવામાં આવી હતી, પણ હવે તે ત્યાં પોતાને ફસાયેલ મહેસૂસ કરી રહી છે.

તે ભારત પરત ફરવા અને પોતાની સેલેરીની વાત કરી રહી છે. વકીલ રિઝવાન સિદ્દીકીએ આ છોકરીનો વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે, જે નવાઝુદ્દીન સિદ્દીકી પર આરોપ લગાવી રહી છે. તે ઇસ્ટ નામની કંપનીની સેલ્સ મેનેજર બની દુબઇ પહોંચી હતી, પણ તેનુ અસલી કામ એક્ટરના દુબઇવાળા ઘરમાં તેના બાળકોની દેખ રેખ કરવાનું હતુ. જો કે, પતિ-પત્નીના ઝઘડા બાદ બાળકો માતા પાસે છે. વકીલે ભારત સરકારના અધિકારીઓને સપનાને છોડાવવાની ગુહાર લગાવી છે.

જણાવી દઇએ કે, સિઝવાન સિદ્દીકી એક્ટરની પત્ની આલિયા સિદ્દીકીના વકીલ છે. સપના વીડિયોમાં કહી રહી છે કે હું નવાઝુદ્દીન સરના ઘર પર ફસાયેલી છે. સરે મેડમના ગયા બાદ વીઝા લગાવ્યા હતા અને તેના પૈસા તેની સેલેરીમાંથી કાપ્યા હતા. મને બે મહિનાની સેલેરી પણ નથી આપવામાં આવી. હું મુશ્કેલીમાં છું. સપનાએ આગળ જણાવ્યુ કે, તે ઘરે એકલી છે અને તેની પાસે ખાવાના પણ પૈસા નથી. તે મદદની અપીલ કરી રહી છે અને ભારત પરત ફરવાની ઇચ્છા જતાવી રહી છે.

વીડિયોમાં સપના કહી રહી છે કે મેડમના ગયા બાદ સરે તેને વીઝા લગાવી દીધા, પણ તેના પૈસા સેલેરીમાંથી કાપ્યા. બે મહિનાની સેલેરી પણ નથી મળી જેને કારણે પ્રોબ્લમ થઇ ગઇ. તે કહે છે કે દીદી હમણા હમણા જ ગઇ છે, તેમને પણ ઘણી પ્રોબ્લમ થઇ રહી હતી. તેમને પણ ઇન્ડિયા નહોતા જવા દેતા. તે પણ મુશ્કેલીથી ઇન્ડિયા પહોંચી છે. તે કહે છે કે અત્યાર હું દુબઇમા એકલી છું, હું રિકવેસ્ટ કરુ છુ કે મને અહીંથી નીકાળો અને મને મારી સેલેરી જોઇએ.

મને મારા ઘરે જઉ છે, મને મારી ટિકિટ અને સેલ્પી જોઇએ. જણાવી દઇએ કે, નવાઝુદ્દીન સિદ્દીકી અને તેની પત્નીનો મામલો કોર્ટમાં છે, જ્યાં આલિયાએ પેટરનિટી ટેસ્ટ માટે અરજી દાયર કરી છે કારણ કે સાબિત કરી શકે કે નવાઝુદ્દીન સિદ્દીકી જ તેના દીકરાના પિતા છે. 48 વર્ષના નવાઝુદ્દીન સિદ્દીકીની માતા મેહરૂનિસા નથી માનતી કે આલિયાનો નાનો છોકરો તેના દીકરાની સંતાન છે.

Shah Jina