ખેલ જગત મનોરંજન

‘મારી દુઆ છે કે તે…’ ઋષભ પંત માટે ઉર્વશી રૌતેલાના દિલની વાત આખરે આવી જ ગઇ મોઢા પર…જુઓ વીડિયો

ઋષભ પંત માટે ઉર્વશી રૌતેલાએ માગી દુઆ, કહી દીધી દિલને સ્પર્શી જાય તેવી વાત- જુઓ વીડિયો

બોલિવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા અવાર નવાર ચર્ચામાં રહે છે. તેને ઘણીવાર ભારતીય ક્રિકેટર ઋષભ પંતના નામે ચિડવવામાં આવે છે. તે જ્યાં પણ દેખાય કે લોકો ક્રિકેટરનો રાગ છેડી દે છે. ઘણીવાર તો ઉર્વશી પોતે એવો મોકો આપે છે કે તે ઋષભને કારણે ચર્ચામાં આવી જાય છે. એકવાર ફરી આવું જ કંઇક થયુ. જ્યારે અભિનેત્રીને હાલમાં એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી તો પેપરાજીઓએ તેને ઋષભ વિશે પૂછ્યુ જેના પર તેણે એવો જવાબ આપ્યો કે સોશિયલ મીડિયા પર યુઝર્સ મજા લઇ રહ્યા છે.

17 ફેબ્રુઆરીએ ઉર્વશીને મુંબઇ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી. અહીં તેને જોતા જ પેપરાજીએ તેને ઘેરી લીધી અને સહેજ પણ સમય વેડફ્યા વિના મોકા પર ચોકો મારી દીધો. પેપરાજીએ અભિનેત્રીને ઋષભ પંતની હમણાની પોસ્ટ વિશે પૂછ્યુ હતુ. તેઓએ કહ્યુ કે, ઉર્વશી મેમ તમે ઇન્સ્ટા પર ફોટો જોયો (ઋષભ પંતના કાંખઘોડીના સહારે ચાલતી તસવીર). તે બાદ ઉર્વશી પૂછે છે કે કયો ફોટો ? તો પેપરાજી કહે છે કે ઋષભ પંત રિકવર થઇ રહ્યા છે,

તો ઉર્વશી હામી ભરે છે અને પછી પેપરાજી બોલે છે કે તે જલ્દી જ ઠીક થઇ જશે. ત્યારે ઉર્વશી રિએક્શન આપે છે કે હાં-હાં તે ભારતની અસેટ (મિલકત) છે. દેશને ગર્વ છે. પછી પેપરાજી ટાંગ ખિંચાઇ કરતા કહે છે કે અમારી તો દુઆ છે તેમની સાથે. તો એક્ટ્રેસ જવાબ આપે છે કે અમારી પણ દુઆ છે. પછી શું, જેવો જ આ વીડિયો સામે આવ્યો કે લોકોએ મજા લેવાનું ચાલુ કરી દીધુ. એકે લખ્યુ- હા તારી દુઆથી જ તો હવે તે ઠીક થઇ રહ્યો છે. ત્યાં એકે લખ્યુ- અહીં કેટલી અજાણી બની રહી છે, ઇન્સ્ટા સ્ટોરી પર કેમ નથી બનતી.

એક બીજાએ લખ્યુ- અરે હવે આને પાર્ટી બદલી લીધી, નસીમ વિશે પૂછો આને, ઋષભ વિશે નહિ. એકે લખ્યુ- નસીમ શાહને જન્મદિવસ પર શુભકામના આપી આવી ગઇ શું. જણાવી દઇએ કે, ઋષભ પંતનો ગત ડિસેમ્બરમાં ભયંકર અકસ્માત થયો હતો, જેમાં તેને ઘણી ઇજા પહોંચી હતી અને તે બાદ તેની મુંબઇમાં સર્જરી પણ થઇ અને હવે તે ધીરે ધીરે રિકવર કરી રહ્યો છે. થોડા સમય પહેલા જ તેણે ઇન્સ્ટા પર બે તસવીરો શેર કરી હતી, જેમાં તે કાંખઘોડીના સહારે ચાલતો જોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)