શું છે સ્પેશ્યિલ મેરેજ એક્ટ ? કે જેના અંતર્ગત બોલિવુડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે ફહાદ સાથે રજીસ્ટર કરાવ્યા લગ્ન- જાણો

કોણ છે ફહાદ અહેમદ, જેની સાથે સ્વરા ભાસ્કરે કર્યા સ્પેશિયલ મેરેજ એક્ટ અંતર્ગત લગ્ન, જઇ ચૂક્યો છે જેલ !

બોલિવુડની બેબાક એક્ટ્રેસ સ્વરા ભાસ્કર હાલમાં ચર્ચામાં છે. તેણે હાલમાં જ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી તેના લગ્નની માહિતી આપી હતી. સ્વરા ભાસ્કર અને એક્ટિવિસ્ટ ફહાદ અહેમદે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ 6 જાન્યુઆરી 2023ના રોજ કોર્ટ મેરેજ કર્યા હતા. સ્વરાએ લગ્નના લગભગ દોઢ મહિના પછી આ જાહેરાત કરી છે. લગ્નની ખુશખબર શેર કરતાં સ્વરાએ એક વીડિયો શેર કર્યો જેમાં બંને વચ્ચેના પ્રેમભર્યા સંબંધોનું વર્ણન કરવામાં આવ્યું છે.

ભારતમાં લગ્ન હિન્દુ મેરેજ એક્ટ 1955, મુસ્લિમ મેરેજ એક્ટ 1954 અથવા સ્પેશિયલ મેરેજ એક્ટ 1954 હેઠળ નોંધાયેલા છે. આ અધિનિયમ 19મી સદીના અંતમાં શરૂ થયો હતો. સ્પેશિયલ મેરેજ એક્ટ, 1954 એ દેશમાં રજિસ્ટર્ડ લગ્નો માટે બનાવવામાં આવેલ કાયદો છે. તે 1954 માં લાગુ કરવામાં આવ્યું હતું. આ કાયદા હેઠળ કોઈ પણ વ્યક્તિને અમુક શરતો સાથે અન્ય ધર્મ અને જાતિમાં લગ્ન કરવાની છૂટ છે.

આ અધિનિયમ આંતરજાતીય અને આંતર-ધર્મ લગ્નોને કાયદેસર બનાવવા માટે બનાવવામાં આવ્યો છે. સ્પેશિયલ મેરેજ એક્ટ જમ્મુ અને કાશ્મીર સિવાય સમગ્ર ભારતમાં લાગુ પડે છે. સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ વીડિયો કોલ અથવા ઓનલાઈન લગ્ન પણ માન્ય છે. લગ્નની જરૂરી શરતો એ છે કે, લગ્ન કરનાર કપલા પહેલા લગ્ન ન થયા હોવા જોઇએ, છોકરાની ઉંમર 21 અને છોકરીની 18 વર્ષથી ઉપર હોવી જોઇએ. બંને પક્ષ લગ્નનો નિર્ણય લેવામાં સક્ષમ હોવા જોઇએ અને બંને વચ્ચે લોહીનો સંબંધ ન હોવો જોઇએ.

આ અધિનિયમ અનુસાર, કપલને લગ્નની નક્કી ડેટથી 30 દિવસ પહેલા સંબંધિત દસ્તાવેજો સાથે મેરેજ ઓફિસરને એપ્લીકેશન આપવી પડે છે. જો કે, આ પ્રક્રિયા ઓનલાઇન પણ કરવામાં આવી શકે છે. પણ કપલને લગ્ન માટે મેરેજ ઓફિસર પાસે જવું પડે છે. ડોક્યુમેન્ટ જમા કર્યા બાદ સાર્વજનિક નોટિસ જારી કરવા માટે બંને પક્ષોને ઉપસ્થિત રહેવુ પડે છે અને નોટિસની એક કોપી ઓફિસના નોટિસ બોર્ડ પર ચિપકાવવામાં આવે છે તેમજ બીજી કોપી આપવામાં આવેલા એડ્રેસ પર બંને પક્ષોને પોસ્ટ દ્વારા મોકલાય છે.

નોટિસના 30 દિવસ બાદ રજિસ્ટ્રેશન પ્રોસેસ પૂરી કરવામાં આવે છે. 30 દિવસ પછી લગ્ન મેરેજ રજિસ્ટ્રારના ઓફિસમાં મેરેજ ઓફિસર અને ત્રણ ગવાહની હાજરીમાં થઇ શકે છે. જણાવી દઇએ કે, સ્વરાએ ગુરુવારે મોડી સાંજે પોતાના લગ્નના સમાચાર શેર કરીને બધાને ચોંકાવી દીધા હતા. પહેલા સ્વરાના આ લગ્ન વિશે કોઈને ખ્યાલ નહોતો. સ્વરાએ સમાજવાદી પાર્ટીના નેતા ફહાદ અહેમદ સાથે કોર્ટ મેરેજ કર્યા હતા, જે બાદ તેણે સોશિયલ મીડિયા પર આ સારા સમાચાર શેર કર્યા.

સ્વરા આવતા મહિને બોલિવૂડ સ્ટાઇલમાં લગ્ન કરશે. લગ્નની આ તસવીરો શેર કરતાં સ્વરાએ લખ્યું, ‘પરિવારનો પ્રેમ અને સપોર્ટ જોઈને હું ખૂબ ભાગ્યશાળી માનું છું. મેં મારી માતાની સાડી અને જ્વેલરી પહેરી હતી અને ફહાદના રંગો સાથે મેચ કર્યુ હતુ. અમે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ અમારા લગ્નની નોંધણી કરાવી છે અને હવે હું શહનાઈના લગ્નની તૈયારી કરી રહી છું. સ્વરાએ બીજી પોસ્ટ કરી છે અને લખ્યું છે – સ્પેશિયલ મેરેજ એક્ટ માટે થ્રી ચીયર્સ.

 

View this post on Instagram

 

A post shared by Abu Farhan Azmi (@abufarhanazmi)

ફહાદ અહેમદની વાત કરીએ તો, તે સમાજવાદી યુવા સભાના પ્રમુખ અને મહારાષ્ટ્રમાં સામાજિક કાર્યકર છે. જેમણે ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ સ્ટુડન્ટ યુનિયનના જનરલ સેક્રેટરી તરીકે પણ સેવા આપી હતી. આ પછી તેઓ જુલાઈ 2022માં અબુ અસીમ આઝમી અને રઈસ શેખની હાજરીમાં સમાજવાદી પાર્ટીમાં જોડાયા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે સ્વરા ભાસ્કરના પતિ ફહાદ અહેમદ જેલમાં પણ ગયા છે.

Shah Jina