મનોરંજન

મનોરંજન જગતના દુખદ સમાચાર : મુંબઈમાં ચાલુ પ્રોગ્રામ દરમિયાન આવ્યો હાર્ટ એટેક, નિધનથી બૉલીવુડમાં શોકની લહેર

વધુ એક દિગ્ગજ અભિનેતા એ કહ્યું અલવિદા…મુંબઇમાં પ્રોગ્રામ દરમિયાન આવ્યો હાર્ટ એટેક.. આખું બૉલીવુડમાં શોકમાં ડૂબ્યું

બોલિવુડથી ફરી એક નિરાશ કરી દેનારી ખબર સામે આવી છે. મશહૂર વેબ સીરીઝ મિર્ઝાપુરમાં ‘ગુડ્ડુ ભૈયા’ એટલે કે અલી ફઝલના સસરાનો રોલ પ્લે કરનાર અભિનેતા શાહનવાઝ પ્રધાનનું નિધન થયુ છે. તેમને હાર્ટ એટેક આવવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પણ મોડી રાત્રે તેમનું નિધન થઇ ગયુ. શાહનવાઝ પ્રધાન 56 વર્ષના બતા અને એક સમારોહમાં ભાગ લેવા ગયા હતા, જ્યાં તેમને દર્દની ફરિયાદ બાદ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.

તેમના સહકલાકાર રાજેશ તૈલંગે સોશિયલ મીડિયા પર આ ખબરની પુષ્ટિ કરી છે અને સાથે જ પ્રતિમા કાજમી જેવા અન્ય સેલેબ્સે પણ સોશિયલ મીડિયા પર આ વિશે જાણકારી આપી છે. જણાવી દઇએ કે, શાહનવાઝ પ્રધાન મિર્ઝાપુરમાં ગુડ્ડુ પંડિતના સસરાથી મશહૂર થઇ ગયા હતા. આ વેબ સીરીઝમાં તેમણે ગોલુ અને સ્વીટી એટલે કે શ્વેતા અને શ્રિયા પિલગાંવકરના પિતા પરશુરામ ગુપ્તાનું પાત્ર નિભાવ્યુ હતુ.

આ પહેલા શાહનવાઝ 80ના દશકમાં પણ લોકપ્રિય થયા, જ્યારે તેમણે કરિયરની શરૂઆત કરી અને દૂરદર્શનના શો શ્રી કૃષ્ણામાં નંદની ભૂમિકા નિભાવી હતી. તે બાદ તેઓ અલિફ લૈલામાં પણ જોવા મળ્યા હતા. બાદમાં તેમણે તેમના કરિયામાં ઘણા ટીવી શો અને ફિલ્મો કરી. તેઓ મિર્ઝાપુર 1 અને 2 સાથે વેબ સ્પેસમાં અને રઇઝ તેમજ ખુદા હાફિસ, ફેમીલી મેનમાં પણ જોવા મળ્યા હતા. હાલમાં જ તેમની નવી ફિલ્મ મિડ ડે મીલ રીલિઝ થઇ હતી.

શાહનવાઝ જલ્દી જ મિર્ઝાપુર 3માં પણ જોવા મળશે. તેમણે શુટિંગ પણ પૂરી કરી દીધી છે. જાણકારી અનુસાર, તેમનો જન્મ ઉડીસામાં એક મિડલ ક્લાસ પરિવારમાં થયો હતો. 7 વર્ષની ઉંમરમાં તેઓ પરિવાર સાથે રાયપુર આવી ગયા અને 7માં ધોરણમાં તેમણે પહેલીવાર સ્ટેજ પર પરફોર્મ કર્યુ. ત્યારથી જ તેમની એક્ટિંગમાં દિલચસ્પી વધી. કોલેજ બાદ તેમણે લોકલ ડ્રામા ગ્રુપ જોઇન કરી લીધુ અને પ્લે કરવા લાગ્યા.