આ મહિલા IPS અધિકારીએ સોશિયલ મીડિયામાં શેર કરી પોતાની લવ સ્ટોરી, જણાવ્યું કેવી રીતે થયો એક સમાજ સેવક સાથે પ્રેમ… જુઓ
ઇન્ટરનેટ પર ઘણા લોકોની પ્રેમ કહાનીઓ ખુબ જ વાયરલ થતી હોય છે અને ઘણી એવી પ્રેમ કહાનીઓ પણ સામે આવે છે જેને લોકો પણ ખુબ જ પસંદ કરતા હોય છે. ત્યારે હાલ એવી જ એક પ્રેમ કહાની સામે આવી છે. જે એક મહિલા IPS અધિકારીની છે. જેને એક સમાજ સેવક સાથે પ્રેમ થયો અને લગ્ન પણ કરી લીધા.
ઉત્તરાખંડની IPS રચિતા જુયાલ હાલ ચર્ચામાં છે. તાજેતરમાં એક વીડિયોમાં તેણે પોતાની લવ સ્ટોરી શેર કરી છે. તેણે જણાવ્યું કે કેવી રીતે તે સામાજિક કાર્ય દરમિયાન યશસ્વી જુયાલ નામના વ્યક્તિને મળી, અને તેની સાથે પ્રેમમાં પડી અને પછી તેની સાથે લગ્ન પણ કર્યા. જણાવી દઈએ કે આઈપીએસ રચિતા અને ફિલ્મ નિર્દેશક યશસ્વીના લગ્ન ગયા વર્ષે થયા હતા.
યશસ્વી ફેમસ ડાન્સર, કોરિયોગ્રાફર અને ટેલિવિઝન હોસ્ટ રાઘવ જુયાલનો ભાઈ છે. રચિતા પોતાની લવ સ્ટોરી વિશે જણાવે છે કે તે કોરોનાની બીજી લહેર દરમિયાન યશસ્વીને મળી હતી. રચિતાને સામાજિક કાર્યોમાં ખૂબ જ રસ હતો. તે ઘણી એનજીઓને મદદ કરતી હતી. આ દરમિયાન તેની મુલાકાત યશસ્વી સાથે થઈ. જો કે, તે તેને પહેલા ઓળખતી ન હતી. પરંતુ કામ દરમિયાન બંને વચ્ચે સારી વાતચીત થવા લાગી.
રચિતા હસીને કહે છે “મને યશસ્વી તેની ટીમમાં સૌથી હોશિયાર લાગ્યો. તે એનજીઓના કામમાં નવો હતો, તેથી મેં તેને થોડો મેન્ટોર પણ કર્યો. જ્યારે ખબર પડી કે યશસ્વી કલાકાર છે તો આગળની વાતો શરૂ થઈ. કારણ કે રચિતાને પણ આ ક્ષેત્ર સાથે ખૂબ લગાવ હતો. વાત કરતી વખતે બંનેની સારી મિત્રતા થઈ અને પછી આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ.
છોકરાઓ સામાન્ય રીતે જંગલી હોય છે. તમે તમારા જીવનસાથી પાસેથી શું શીખ્યા ? આ સવાલના જવાબમાં રચિતા કહે છે કે જંગલી બનીને પણ ઘણું શીખી શકાય છે. આખો સમય સુવ્યવસ્થિત કામ કરવાને બદલે થોડી અવ્યવસ્થા કરવાની પણ પોતાની જ મજા છે. પોલીસમાં આવ્યા બાદ જીવનમાં ઘણી ઝડપ આવી છે, પરંતુ યશસ્વી સાથે રહ્યા બાદ તે થંભી જાય છે.
રચિતા કહે છે કે તે યશસ્વી પાસેથી ઉદાર બનવાનું શીખી છે. તે કોઈના વિશે ખરાબ બોલતો નથી. સકારાત્મક રહે છે અને દરેક પર ધ્યાન આપે છે. તેને પોતાનું કામ ખૂબ જ ગમે છે. તે સાચો કલાકાર છે. જણાવી દઈએ કે રચિતા જુયાલે 2015માં UPSC પાસ કર્યું હતું. આ પછી તે IPS બની. તેના પિતા પણ પોલીસ ખાતામાં હતા. હાલમાં તેઓ ઉત્તરાખંડમાં રાજ્યપાલ ADC તરીકે ફરજ બજાવે છે.