બાપ-બેટીએ સ્ટેજ પર કર્યો એવો ધાંસૂ ડાન્સ કે મહેમાનો પણ રહી ગયા જોતા- વીડિયો જોઇ તમે પણ વાગડવા લાગશો તાળી

દીકરીએ પિતા સાથે લગ્નમાં કર્યો એવો જોરદાર ડાંસ કે લોકો બોલ્યા- તાળીઓ વગાડવી તો બને જ છે…

કોઇ પાર્ટી ફંક્શન હોય કે પછી લગ્ન પ્રસંગ ડાંસના તડકા વિના તો કોઇ પણ ફંક્શન અધૂરા લાગે છે. લગ્નના ખાસ અવસર પર ડાન્સ ના હોય તેવું તો કેવી રીતે બની શકે. લગ્ન ફંક્શનમાં ઘણીવાર રસ્મો વચ્ચે એકથી એક ડાંસ પરફોર્મન્સ જોવા મળે છે. આ દરમિયાન કેટલાક એવા ડાન્સ હોય છે, જે દિલ લૂંટી લે છે તો કેટલાક એવા હોય છે જે ઇમોશનલ કરી દે છે. ઘણા ડાન્સ તો મોજ મસ્તીથી અલગ સૌનું ધ્યાન ખેંચવામાં પણ કામયાબ રહે છે.

દુલ્હા-દુલ્હન પણ તેમના લગ્ન માટે સંગીત સેરેમનીમાં ખાસ ડાન્સ કરે છે અને તે પછી જોડી બધી લાઇમલાઇટ લૂંટી લે છે. પણ હાલમાં જે વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, તે લોકોનું દિલ જીતી રહ્યો છે. આ ડાન્સ વીડિયો કોઇ દુલ્હા-દુલ્હન કે તેમના મિત્રોનો નહિ પણ એક પપ્પા અને તેમની લાડલીનો છે. લગ્નના એક ફંક્શનમાં બાપ-દીકરી એટલો જોરદાર ડાંસ કર્યો કે લોકો આ જોડીને કુલેટ્સ(coolest) જણાવી રહ્યા છે.

વીડિયોને ઇન્સ્ટા પર ShaadiBTS નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 4 લાખથી વધારે વ્યુઝ અને 30 હજારથી વધારે લાઇક્સ મળી છે. તમે વીડિયોમાં બાપ-દીકરીની જોડીને કાર્તિક કોલિંગ કાર્તિક ફિલ્મના ગીત ઉફ્ફ તેરી અદા પર પરફોર્મ કરતા જોઇ શકો છો. આ વાયરલ વીડિયોમાં બાપ-દીકરીની જોડી કાતિલાના પરફોર્મન્સથી દર્શકોનું દિલ જીતી રહી છે.

બંનેનો અંદાજ અને સ્ટેપ્સ એટલા શાનદાર છે કે ડાંસ વીડિયો ઇન્ટરનેટ પર છવાઇ ગયો છે. લોકો પિતાની એનર્જી જોઇ બોલી રહ્યા છે આમના માટે તો તાળીઓ વગાડવી બને છે. કારણ કે તેઓ એક પણ સ્ટેપ્સ મિસ નથી કરી રહ્યા છે અને દીકરીનો ડાંસમાં પૂરો સાથ આપે છે. વીડિયોમાં નજર આવી રહેલી યુવતિની ઓળખ રુચિકા બંસલના રૂપમાં થઇ છે, જે લગ્ન ફંક્શનમાં પિતા દીપક બંસલ સાથે પરફોર્મ કરી રહી છે.

Shah Jina