કરોડોની માલકિન છે બોલિવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કર, વિવાદોથી રહ્યો છે ઊંડો સંબંધ- આલીશાન ઘરથી લઇને મોંઘી કાર સુધી…જાણો સંપત્તિ

દિલ્લી-મુંબઇમાં આલીશાન ઘર…મોંઘી ગાડીઓ, સ્વરા ભાસ્કર પાસે છે કરોડોની સંપત્તિ

બોલિવુડના લવ બર્ડ્સ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી થોડા સમય પહેલા જ લગ્નના બંધનમાં બંધાયા છે, આ પહેલા અભિનેત્રી અથિયા શેટ્ટીએ પણ ક્રિકેટર રાહુલ સાથે લગ્ન કર્યા. ત્યારે હાલમાં જ બોલિવુડની વધુ એક અભિનેત્રીએ તેના લગ્નની જાણકારી શેર કરી હતી. આ અભિનેત્રી બીજુ કોઇ નહિ પણ પોતાની બેબાકીથી વાત બધાની સામે રાખનાર અને વિવાદો સાથે સંબંધ ધરાવનાર સ્વરા ભાસ્કર છે.

સ્વરા ભાસ્કરે જાન્યુઆરી મહિનામાં ગુપચુપ રીતે બોયફ્રેન્ડ ફહાદ અહમદ સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. તેણે 16 ફેબ્રુઆરીએ આ જાણકારી સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તનુ વેડ્સ મનુ અને રાંઝણા જેવી ફિલ્મોમાં પોતાના અભિનયના દમ પર લોકોના દિલ પર રાજ કરનારી અભિનેત્રી સ્વરા ભાસ્કરની તગડી ફેન ફોલોઇંગ છે. તે રાજનીતિક મુદ્દા સહિત ઘણા મુદ્દા પર પોતાની વાત ખુલીને કહે છે.

ટ્વીટર પર પોતાની વાત ખુલીને બોલનારી સ્વરા અત્યાર સુધી લગભગ 15 ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. તેના અભિનય અને અંદાજને લોકો ખૂબ પસંદ કરે છે. જણાવી દઇએ કે, સ્વરા કરોડોની સંપત્તિની માલકિન છે. સ્વરાની કમાણી વિશે વાત કરીએ તો ખૂબ જ લક્ઝરી લાઇફ જીવનારી અભિનેત્રીની નેટવર્થ કરોડોમાં છે અને તે એક ફિલ્મ માટે મોટી રકમ પણ ચાર્જ કરે છે. દિલ્લીમાં જન્મેલી સ્વરા ભાસ્કરે નાના પડદાથી ઇન્ડસ્ટ્રીમાં પોતાની સફરની શરૂઆત કરી હતી અને તે જોતજોતામાં જ મોટા પડદા પર છવાઇ ગઇ.

મીડિયા રીપોર્ટ્સ અનુસાર, વર્ષ 2022 અનુસાર સ્વરાની નેટવર્થ લગભગ 5 મિલિયન ડોલર છે, જે ભારતીય કરન્સીમાં હાલના 40 કરોડ રૂપિયા જેટલી છે. પોતાની અદાકારીના દમ પર ચાહકોના દિલ પર રાજ કરનારી સ્વરા એક ફિલ્મ માટે લગભગ 4-5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. ફિલ્મો સિવાય સ્વરા સોશિયલ મીડિયા અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ મોટી કમાણી કરે છે. સોશિયલ મીડિયા પર પોતાની તસવીરોથી જ નહિ પણ રાજનીતિક કે અન્ય સેક્ટર્સ સાથે જોડાયેલ મહત્વના મુદ્દા પર તે પોતાની વાત ખુલીને રાખે છે અને તે ઘણી ચર્ચામાં પણ રહે છે.

સ્વરા ઘણી મશહૂર બ્રાંડ્સ સાથે પણ જોડાયેલી છે અને તે ત્યાંથી ઘણી કમાણી કરે છે. વાત સ્વરાની લાઇફ સ્ટાઇલની કરીએ તો, ઇન્ડિયન નેવીમાં ઓફિસર પિતા અને દિલ્લીની જેએનયુમાં પ્રોફેસર માતાની દીકરી ઘણી લક્ઝરી લાઇફ જીવે છે. તેની પાસે દિલ્લી અને મુંબઇમાં ઘર છે જેની કિંમત કરોડો રૂપિયા છે. તેના મુંબઇમાં સ્થિત આલીશાન થ્રી બીએચકે ફ્લેટના ઇંટીરિયરની પણ ખાસ્સી ચર્ચા થાય છે, જેના પર તેણે ખાસ્સી એવી રકમ ખર્ચ કરી છે.

સ્વરાને મોંઘી કારોનો શોખ છે અને તેના કાર કલેક્શનમાં એકથી એક કારો પણ સામેલ છે. કરોડોમાં કમાણી કરનાર સ્વરાના કાર કલેક્શનમાં તેની સૌથી ફેવરેટ કાર BMW X1 છે. આ કારની કિંમત લગભગ 48 લાખ રૂપિયા છે. આ ઉપરાંત તેની પાસે બીજી પણ ઘણી લક્ઝરી ગાડીઓ છે. સ્વરાની લક્ઝરી લાઇફનો અંદાજ સોશિયલ મીડિયા પર તેની વાયરલ તસવીરોથી પણ લગાવી શકાય છે.

Shah Jina