કચ્છી કોયલ ગીતાબેન રબારી જે વેનિટી વેનમાં સવાર છે તેનો અંદરનો નજારો જોઈને હક્કાબક્કા રહી જશો… જુઓ વીડિયો
ગુજરાતના ખુબ જ લોકપ્રિય ગાયિકા ગીતાબેન રબારી આજે ગુજરાતના દરેક ઘરમાં પોતાની ઓળખ બનાવી ચુક્યા છે. ગીતાબેનના ગીતોની લોકો કાગડોળે રાહ જોતા હોય છે અને ચાહકો પણ ગીતાબેનને કચ્છી કોયલ નામના હુલામણા નામથી બોલાવતા હોય છે. સોશિયલ મીડિયામાં પણ તેમને લાખો લોકો ફોલો કરતા હોય છે.
ત્યારે ગીતાબેન પણ તેમના ચાહકો સાથે સતત જોડાયેલા રહેતા હોય છે. તે તેમના સોશિયલ મીડિયા પર પોતાના કાર્યક્રમોની ઝાંખી પણ શેર કરતા હોય છે. ગીતાબેન ના માત્ર ગુજરાતમાં જ પરંતુ દેશ વિદેશમાં પણ કેટલાય પ્રોગ્રામો કરતા હોય છે અને તે પ્રોગ્રામોમાં મોટી સંખ્યામાં જનમેદની પણ ઉમટતી હોય છે.
ત્યારે હાલ ગીતાબેન પોતાના ભરથાર પૃથ્વી રબારી સાથે રાજસ્થાનના પ્રવાસે છે અને અહીંયા તેમને એક લક્ઝુરિયસ ટ્રાવેલ પાર્ટનર મળ્યો છે. જેની ઝલક પૃથ્વી રબારી અને ગીતાબેન રબારીએ તેમની સ્ટોરી દ્વારા બતાવી છે. આ ટ્રાવેલ પાર્ટનર કોઈ લક્ઝુરિયસ કાર નથી, પરંતુ એક આલીશાન વેનિટી વેન છે.
સ્ટોરીમાં શેર કરેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેમેરો બહારથી વેનિટી વેન તરફ જઈ રહ્યો છે જે બહારથી ખુબ જ શાનદાર દેખાય છે. તેનો દરવાજો ખોલતા જ સામેની તરફ એક સફેદ રંગનો આલીશાન સોફો છે. તેની સામે પણ બીજો એક સોફો છે જેમાં ગીતાબેન રબારી પોતાની બેગમાંથી કઈ કાઢતા જોવા મળી રહ્યા છે.
એજ જગ્યા પર એક ટીવી પણ લગાવેલું છે. અંદરનો નજારો ખુબ જ શાનદાર છે. ગીતાબેન પણ વીડિયોમાં હાથ હલાવીને ચાહકોનું અભિવાદન કરે છે. આ ઉપરાંત વેનિટી વેનમાં એક ખુબ જ આલીશાન બેડરૂમ પણ બનાવવામાં આવ્યો છે. જેમાં ટીવી પણ લગાવવામાં આવ્યું છે. આ બેડરૂમ પણ ખુબ જ લક્ઝુરિયસ છે.
વીડિયોમાં આગળ વેનિટી વેનનું બાથરૂમ પણ જોવા મળી રહ્યું છે જે પણ ખુબ જ શાનદાર છે. વીડિયોના અંતમાં ગીતાબેન ડાયરીમાં કઈ નોંધ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો પર લખવામાં આવ્યું છે “આજથી અમારું નવું ટ્રાવેલ પાર્ટનર” ઉપર રાજસ્થાન પણ મેંશન કરેલું છે. જેને હવે ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.
View this post on Instagram
ગીતાબેન રાજસ્થાનમાં હાલ અલગ અલગ કાર્યક્રમો માટે પહોંચ્યા છે. લગ્ન ઉપરાંત આજે તે બીલવાળામાં મહાશિવરાત્રી નિમિત્તે પણ એક કાર્યક્રમ કરવાના છે. જેની સ્ટોરી પણ તેમના દ્વારા શેર કરવામાં આવી છે. આ વેનિટી વેન ગીતાબેને ખરીદી છે કે નહીં તે અંગેની કોઈ માહિતી પ્રાપ્ત નથી થઇ રહી. પરંતુ કચ્છી કોયલની આ આલીશાન સવારી લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.