કિયારા અને સિદ્ધાર્થની પ્રી વેડિંગ સેરેમનીની તસવીરો આવી સામે, વ્હાઇટ એન્ડ યલો ટ્રેડિશનલ લુકમાં હુસ્નની પરી લાગી સિદ્ધાર્થની દુલ્હનિયા

ફરી એકબીજામાં ખોવાયેલું જોવા મળ્યુ ન્યુલી વેડ કપલ સિદ્ધાર્થ-કિયારા, અભિનેત્રીએ તસવીરો શેર કરી લખ્યુ- પ્યાર કા રંગ ચઢા

બોલિવુડના લવ બર્ડ્સ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી 7 ફેબ્રુઆરીના રોજ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં લગ્નના બંધનમાં બંધાયા હતા. જે બાદ તેઓએ ચાહકો સાથે તેમના લગ્નની કેટલીક તસવીરો શેર કરી હતી. આ તસવીરોને ચાહકોએ ભરપૂર પ્રેમ આપ્યો હતો. તે બાદ હાલમાં જ કિયારા અને સિદ્ધાર્થે તેમના લગ્નનો વીડિયો પણ શેર કર્યો હતો,

જેમાં શેરશાહમાં અધૂરી રહી ગયેલી પ્રેમ કહાની પૂરી થતી જોવા મળી હતી. ત્યારે હવે કિયારાએ હાલમાં જ પ્રી વેડિંગ ફંક્શનની કેટલીક તસવીરો શેર કરી છે, જે આવતા જ વાયરલ થઇ ગઇ છે. આ તસવીરોમાં કિયારા વ્હાઇટ અને યલો લહેંગા ચોલીમાં તો સિદ્ધાર્થ યલો શેરવાનીમાં જોવા મળી રહ્યો છે. કિયારાએ આ આઉટફિટ સાથે હેવી જ્વેલરી કેરી કરી છે,

આ સાથે માથામાં હેર સ્ટાઇલ સાથે લુક કંપલીટ કર્યો છે. એક તસવીરમાં તે સિદ્ધાર્થને ગળે લગાવતી તો બીજી તસવીરમાં તેની સાથે પોઝ આપતી અને ત્રીજી તસવીરમાં તેની સામે જોતી જોવા મળી રહી છે. આ તસવીરોમાં કપલની ખૂબસુરત કેમેસ્ટ્રી ઝળકી રહી છે. આ તસવીરો શેર કરી અભિનેત્રીએ લખ્યુ- પ્રેમનો રંગ ચઢ્યો. જણાવી દઇએ કે, કિયારા-સિદ્ધાર્થના લગ્ન ખૂબ જ ખાનગી રાખવામાં આવ્યા હતા.

આ લગ્નમાં નો ફોન પોલિસી પણ રાખવામાં આવી હતી અને તેના કારણે જ અંદરની કોઇ તસવીરો કે વીડિયો બહાર આવ્યા નહોતા. ત્યારે લગ્નમાં માત્ર બંનેના પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, લગ્ન બાદ સિદ-કિયારા સિદ્ધાર્થ મલ્હોત્રાના દિલ્લી સ્થિત ઘરે પહોંચ્યા હતા અને ત્યાં વહુનું ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

પરિવારના સભ્યોએ દિલ્હીમાં કપલનું રિસેપ્શન યોજ્યુ હતુ અને તે બાદ 12 ફેબ્રુઆરીએ મુંબઈમાં બોલિવુડ સેલેબ્સ માટે ગ્રાન્ડ રિસેપ્શન પાર્ટી રાખવામાં આવી હતી, જેમાં મોટા ભાગની હસ્તીઓ સહિત શેરશાહ કેપ્ટન વિક્રમ બત્રાનો જોડિયા ભાઇનો પરિવાર અને આકાશ અંબાણી પત્ની શ્લોકા સાથે પહોંચ્યો હતો.

Shah Jina