હાર્દિક પંડ્યા અને નતાશાએ લગ્નમાં લીધી રોયલ એન્ટ્રી, ફૂલોનો ગુલદસ્તો લઇ ખુશીથી ઉછળતી જોવા મળી મિસિસ પંડ્યા

હાર્દિક-નતાશાએ લગ્નમાં કરી રોયલ એન્ટ્રી, ડાન્સ કરતો કરતો દુલ્હનિયા સાથે પહોંચ્યો ક્રિકેટર, જુઓ વીડિયો

ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા દર વખતે કંઈક એવું કરે છે જેનાથી તેના ફેન્સ ચોંકી જાય છે. વર્ષ 2020માં 1 જાન્યુઆરીએ તેણે પોતાની સગાઈના સમાચાર આપીને તમામ ચાહકોને ચોંકાવી દીધા હતા. તે બાદ તેણે નતાશાની પ્રેગ્નેંસીની જાણકારી આપી અને પછી લગ્ન કર્યા અને લગ્ન બાદ બે-ત્રણ મહિનામાં તે અગસ્ત્યનો પિતા પણ બની ગયો. ત્યારે આ દિવસોમાં લગ્નની સીઝન ચાલી રહી છે અને હાલમાં જ કેટલાક દિવસ પહેલા અથિયા શેટ્ટી અને રાહુલ તેમજ સિદ્ધાર્થ અને કિયારા લગ્નના બંધનમાં બંધાયા છે.

ત્યારે હવે સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા એક્ટ્રેસ અને મોડલ નતાશા સ્ટેનકોવિક સાથે ફરીથી લગ્નના બંધનમાં બંધાયો છે. રાજસ્થાનના ઉદયપુરમાં આ કપલે ક્રિશ્ચિયન રીતિ-રિવાજથી લગ્ન કર્યા હતા. આ કપલે લગ્ન દરમિયાન શાહી એન્ટ્રી લીધી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે અને હવે વાયરલ થઈ રહ્યો છે. હાર્દિક પંડ્યા અને નતાશાએ સ્ટેજ પર જતાં રોયલ એન્ટ્રી લીધી હતી. આ દરમિયાન હાર્દિક પંડ્યા બ્લેક સૂટ, સફેદ શર્ટ, બો ટાઈ અને ટીન્ટેડ ચશ્મામાં જોવા મળ્યો, તો નતાશા રોયલ વ્હાઇટ વેડિંગ ગાઉનમાં જોવા મળી.

આ કપલે એકબીજાનો હાથ પકડી ડાન્સ કરીને રોયલ એન્ટ્રી લીધી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવતા જ વાયરલ થઇ ગયો. આ શાહી લગ્નમાં કપલના ખાસ મિત્રો અને સંબંધીઓ સામેલ થયા હતા. પાર્ટીની થીમ બ્લેક-વ્હાઇટ અને પિંક હતી. જેમાં હાજર રહેલા મહેમાનો પણ આ થીમ અનુસાર ડ્રેસ પહેરેલા જોવા મળ્યા હતા. જણાવી દઇએ કે, હાર્દિક અને નતાશાએ 2020માં હિંદુ રીતિ-રિવાજ મુજબ લોકડાઉન દરમિયાન લગ્ન કર્યા હતા અને રીપોર્ટ્સ અનુસાર નતાશા તે સમયે ગર્ભવતી હતી.

આ લગ્નની ખાસ વાત એ હતી કે નતાશા-હાર્દિકનો ત્રણ વર્ષનો પુત્ર અગસ્ત્ય પણ આ લગ્નમાં જોડાયો હતો. હાર્દિકે 14 ફેબ્રુઆરીના દિવસને યાદગાર બનાવવા માટે પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે ફરીથી લગ્ન કર્યા હતા. હાર્દિક પંડ્યાએ ત્રણ વર્ષ પહેલા 31 મે 2020ના રોજ નતાશા સાથે લગ્ન કર્યા. ઇન્સ્ટાગ્રામ પર લગ્નની તસવીરો શેર કરતાં તેણે લખ્યું કે, અમે 3 વર્ષ પહેલા કરેલા વચનને દોહરાવીને પ્રેમના આ ટાપુ પર વેલેન્ટાઇન ડે સેલિબ્રેટ કર્યો.

અમારી સાથે આ ખાસ પ્રસંગની ઉજવણી કરવા માટે કુટુંબીજનો અને મિત્રોએ હાજર રહ્યા અને અમે ખરેખર ધન્યતા અનુભવી હતી. હાર્દિક પંડ્યાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે નતાશા સાથે તેની પહેલી મુલાકાત નાઈટ ક્લબમાં થઈ હતી. તે સમયે તેની પત્ની નતાશાને ખબર નહોતી કે હાર્દિક ભારતીય ટીમ માટે રમે છે. 1 જાન્યુઆરી 2020ના રોજ હાર્દિકે સમુદ્રની વચ્ચે ક્રૂઝ પર ઘૂંટણિયે બેસીને ફિલ્મી શૈલીમાં નતાશાને પ્રપોઝ કર્યું.

હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકને એક સુંદર પુત્ર છે. બંનેએ 30 જુલાઈ 2020ના રોજ જન્મેલા પુત્રનું નામ અગસ્ત્ય રાખ્યું છે. માતા-પિતાના બીજા લગ્નમાં 3 વર્ષના પુત્રએ પણ ખૂબ જ મસ્તી કરી હતી. હાર્દિક પંડ્યાએ શેર કરેલી લગ્નની તસવીરોમાં દીકરો પણ દેખાઈ રહ્યો છે. હાર્દિક અને નતાશાના આ લગ્ન ઉદયપુરમાં ખ્રિસ્તી પરંપરા મુજબ થયા હતા. આ લગ્ન માટે નતાશાએ ફેશન ડિઝાઈનર શાંતનુ અને નિખિલ દ્વારા ડિઝાઈન કરેલું વ્હાઇટ ગાઉન પહેર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

નતાશાના ફ્લોર લેન્થ વેડિંગ ગાઉનને બનાવવામાં ઘણા કલાકો લાગ્યા હતા. આ જ કારણ હતું કે આ ગાઉનની દરેક ડિટેઇલ ખૂબ જ ખાસ હતી. ગાઉનના ઉપરના ભાગને કોર્સેટ પેટર્નમાં રાખીને ફીટ કરવામાં આવ્યું હતું અને સ્કર્ટના ભાગમાં સ્લિટ્સ આપીને તેમાં શીયર ફેબ્રિક ઉમેરવામાં આવ્યું હતું. સ્લીવ્ઝ પર મોતી સાથે N અને H જેવા અક્ષરો ઉમેરવામાં આવ્યા હતા, જેના વિશે ડિઝાઇનરે પોતે માહિતી આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina