બૉલીવુડની આસુંદર અભિનેત્રીએ સદાબહાર અભિનેતા ધર્મેન્દ્રને ઘૂંટણીએ બેસીને કર્યું પ્રપોઝ, કહ્યું સૌથી હેન્ડસમ અભિનેતા… જુઓ વીડિયો
આજે આખા દેશમાં વેલેન્ટાઈન ડેની ઉજવણી થઇ રહી છે. ખાસ કરીને યુવાનોમાં આ દિવસને લઈને ખુબ જ ઉત્સાહ જોવા મળે છે અને આજના દિવસે પોતાના પ્રિય પાત્રને તે પોતાના પ્રેમનો ઇજહાર પણ કરતા હોય છે. ત્યારે સામાન્ય માણસની જેમ સેલેબ્સ પણ આજના દિવસે પોતાના પાર્ટનર માટે ખાસ આયોજનો પણ કરતા હોય છે અને તેમના માટે પણ આજનો દિવસ ખુબ જ ખાસ રહેતો હોય છે.
સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બોલિવૂડ એક્ટ્રેસ અદિતિ રાવ હૈદરી ઘૂંટણિયે બેસીને સદાબહાર અભિનેતા ધર્મેન્દ્રને લાલ ગુલાબ આપતા જોવા મળે છે. આ વીડિયો વિરલ ભાયાણીના ઓફિશિયલ ઈન્સ્ટા હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે, જેના પર લોકોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ આવી રહી છે. કેટલાક આ વીડિયોને ‘ક્યૂટ’ તો કેટલાક ‘અદભુત’ કહી રહ્યા છે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે અદિતિ રાવ હૈદરી કહે છે, “સૌથી હેન્ડસમ… હેન્ડસમ વ્યક્તિ અમારી વચ્ચે હાજર છે. આ તમારા માટે છે સર”. આ પછી, અભિનેત્રી ઘૂંટણિયે બેસી અભિનેતાને લાલ ગુલાબ આપે છે. આ પછી, તે ધર્મેન્દ્રના હાથને પણ ચુંબન કરે છે, જે પછી અભિનેતા પણ પ્રેમથી અદિતિના માથા પર ચુંબન કરે છે.
View this post on Instagram
વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે કે, “અદિતિ રાવે વેલેન્ટાઈન ડે પર ધર્મેન્દ્રજીને ખૂબ જ મધુર રીતે શુભેચ્છા પાઠવી”. તેના પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું છે, ‘સો ક્યૂટ’. તો બીજાએ લખ્યું છે, ‘આ સાચું છે. ધર્મેન્દ્ર જી બોલિવૂડના અત્યાર સુધીના સૌથી હેન્ડસમ હીરો છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અદિતિ રાવ હૈદરી હાલમાં ફિલ્મોથી ભાગી રહી છે. બીજી તરફ, ધર્મેન્દ્ર ટૂંક સમયમાં ‘રોકી એન્ડ રાની કી પ્રેમ કહાની’માં જોવા મળશે.