‘ચક દે ઇન્ડિયા’ની વધુ એક અભિનેત્રી બંધાઇ લગ્નના બંધનમાં, બિગબોસ 14ની વિનર રૂબિના દિલૈક પતિ સાથે પહોંચી- તસવીરો આવી સામે

‘ચક દે ઇન્ડિયા’ની ફેમસ અભિનેત્રી બની દુલ્હન, લગ્નના જોડામાં ખુબ સજી- જુઓ ફોટા

શાહરૂખ ખાનની સુપરહિટ ફિલ્મ ‘ચક દે ઇન્ડિયા’માં બલબીરનું પાત્ર નિભાવનારી અભિનેચ્રી તાન્યા અબરોલ હાલમાં જ લગ્નના બંધનમાં બંધાઇ છે. તાન્યાએ હિમાચલ પ્રદેશના રહેવાસી આશીષ વર્મા સાથે લગ્ન કર્યા છે. આ લગ્નની કેટલીક તસવીરો ટીવી એક્ટ્રેસ અને બિગબોસ 14 વિનર રૂબિના દિલૈકના પતિ અને અભિનેતા અભિનવ શુક્લાએ શેર કરી છે. અભિનવ અને રૂબિના પણ આ લગ્નમાં પહોંચ્યા હતા અને તાન્યાને શુભકામના પાછવી હતી.

તાન્યા અબરોલે પોતાના લગ્નમાં રેડ અને ગ્રીન શેડનો હેવી લહેંગો પહેર્યો હતો અને હેવી જ્વેલરી કેરી કરી હતી. બલબીરને દુલ્હનના લુકમાં જોઇ તેના ચાહકો ઘણા ખુશ છે. જો કે, હાલ તો તાન્યાના લગ્નની વધુ તસવીરો સામે આવી નથી. તાન્યાએ ગુરુવારે આશિષ વર્મા સાથે સાત ફેરા ફર્યા હતા. ‘બિગબોસ’ વિનર અને ટીવી એક્ટ્રેસ રૂબિના પતિ અભિનવ શુક્લા સાથે તાન્યાના લગ્નમાં ગઇ હતી,

આ શુભ અવસર પર બંનેએ તાન્યા અબરોલ સાથે ખાસ મુલાકાત કરી અને તેને જીવનની નવી ઇનિંગ માટે આશીર્વાદ આપ્યા હતા. આ ઉપરાંત ઘણી તસવીરો પણ ક્લિક કરાવી હતી. રૂબિનાના લુત વિશે વાત કરીએ તો, અભિનેત્રી સુંદર બ્લેક સાડીમાં જોવા મળી હતી. આ સાડીમાં રૂબીના અદ્ભુત લાગી રહી હતી. તેણે દુલ્હન તાન્યા સાથે ઘણી તસવીરો ક્લિક કરાવી હતી. રૂબીનાનો પતિ અભિનવ પણ ઓછો હેન્ડસમ નહોતો લાગતો.

તેણે ગ્રે કલરની હાઈનેક અને ગ્રેપેન્ટ પહેર્યું હતું, જેમાં તે એકદમ હેન્ડસમ લાગતો હતો. લગ્નની તસવીરોમાં ત્રણેય ખૂબ જ મસ્તી કરતા જોવા મળ્યા હતા. અભિનવે લગ્નની તસવીરો શેર કરતા તાન્યાને અભિનંદન પણ પાઠવ્યા હતા. તાન્યા અબરોલના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી ફિલ્મ ‘ચક દે ઈન્ડિયા’માં ‘બલબીર કૌર’ના રોલમાં જોવા મળી હતી.

તાન્યાના આ પાત્રના લોકોએ વખાણ પણ કર્યા હતા. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તાન્યા દરરોજ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ શેર કરે છે. અભિનેત્રીએ તેની હલ્દી-મહેંદી સેરેમની માટે ખૂબ જ સિમ્પલ લુક કેરી કર્યો હતો. જ્યારે છોકરીઓ પોતાના પ્રી વેડિંગ ફંક્શન્સમાં હેવી આઉટફિટ પહેરે છે, ત્યાં તાન્યાએ ખૂબ જ સિંપલ પીળો અને લાલ સૂટ પહેરીને દિલ જીતી લીધા હતા.

આ પ્રી-વેડિંગ સેરેમનીમાં ચક દે ઈન્ડિયાની આખી ટીમ ખૂબ જ મસ્તી કરતી જોવા મળી હતી. જણાવી દઈએ કે ‘ચક દે ઈન્ડિયા’ની કોમલ ચૌટાલાએ થોડા દિવસો પહેલા જ તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા હતા ત્યારે હવે વધુ એક અભિનેત્રી પણ લગ્નના બંધનમાં બંધાઇ છે.

Shah Jina