ગ્રેન્ડ વેડિંગ માટે ઉદયપુર રવાના થયા હાર્દિક-નતાશા : નતાશાનો પરિવાર પણ સર્બિયાથી ભારત પહોંચ્યો, જુઓ ફોટોસ
ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક ફરી એકવાર લગ્ન કરવા જઇ રહ્યા છે. બંને વેલેન્ટાઇન ડેના દિવસે એટલે કે આજે ફરી એકવાર લગ્નના બંધનમાં બંધાશે. રીપોર્ટ્સ અનુસાર, રાજસ્થાનના ઉદયપુરમાં ગ્રેન્ડ વેડિંગ સેરેમની રાખવામાં આવી છે. હાર્દિક અને નતાશા 13 ફેબ્રુઆરીએ પરિવાર સાથે મુંબઇ એરપોર્ટ પર સ્પોટ થયા હતા.
એરપોર્ટ પર નતાશાના પરિવારના સભ્યો પણ જોવા મળ્યા હતા. હાલમાં જ કેએલ રાહુલ અને તેની પત્ની અથિયા શેટ્ટીને એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા. ઓલ ડેનિમ લુકમાં અભિનેત્રી ક્યુટ લાગી રહી હતી. આ દરમિયાન કપલ એકબીજાનો હાથ થામેલા જોવા મળ્યા હતા. બંનેને એરપોર્ટ જોઇ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે કે તેઓ હાર્દિક-નતાશાના ગ્રેન્ડ વેડિંગ માટે ઉદયપુર જઇ રહ્યા છે.
ત્યારે કેએલ રાહુલ અને અથિયા જ નહિ પણ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને પણ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા હતા અને તેઓ પણ હાર્દિકના લગ્ન માટે જઇ રહ્યા હોવાનું મનાય છે. રીપોર્ટ્સ અનુસાર, લગ્નની રસ્મો ગઇકાલના રોજથી એટલે કે 13 ફેબ્રુઆરીથી શરૂ થઇ 16 ફેબ્રુઆરી સુધી ચાલવાની છે. જાણકારી અનુસાર, લગ્નની થીમ પૂરી રીતે વ્હાઇટ રાખવામાં આવી છે.
દુલ્હનના રૂપમાં નતાશા એક વ્હાઇટ ગાઉન કેરી કરશે. પ્રી વેડિંગ ફંક્શન્સ એટલે કે મહેંદી, સંગીત અને હલ્દીની શરૂઆત 13 ફેબ્રુઆરીથી થવાની હતી. નતાશા અને હાર્દિકે કોવિડ સમયે ચોરી છૂપે લગ્ન કર્યા હતા. હિન્દુસ્તાન ટાઇમ્સના રીપોર્ટ અનુસાર, બંનેએ 31 મે 2020ના રોજ લગ્ન કર્યા હતા અને જુલાઇ 2020માં તેમના ઘરે દીકરા અગસ્ત્યનો જન્મ થયો હતો. નતાશાની પ્રેગ્નેંસીની જાણકારી અને બાળકના જન્મની સૂચના કપલે પોતે સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
કાનૂની રીતે બંને પરણિત છે પણ તેઓ ઇચ્છે છે કે ધામધૂમથી પરિવાર સહિત સંબંધીઓ અને મિત્રોની હાજરીમાં લગ્ન થાય. જણાવી દઇએ કે,હાર્દિક અને નતાશાની મુકાતા મુંબઇના ક્લબમાં થઇ હતી. ત્યાંથી બંને વચ્ચે મિત્રતા થઇ અને આગળ જઇ મિત્રતા પ્રેમમાં પરિણમી. જ્યારે હાર્દિક કરિયરના ખરાબ ફેઝમાં ચાલી રહ્યો હતો ત્યારે નતાશાનાએ તેને ઘણો સપોર્ટ કર્યો હતો. જાન્યુઆરી 2020મા દુબઇમાં યોટ પર હાર્દિકે નતાશાને પ્રપોઝ કર્યુ હતુ અને રિંહ પહેરાવી હતી.
હાર્દિક અને નતાશાના એક નજીકના વ્યક્તિએ જણાવ્યુ હતુ કે, બંનેએ કોર્ટમાં લગ્ન કર્યા હતા. બધુ જલ્દી જલ્દીમાં થયુ હતુ. તેમના મગજમાં પહેલાથી જ ગ્રેન્ડ વેડિંગનો વિચાર હતો અને હવે તેઓ ઘણા એક્સાઇટેડ છે. નતાશાની વાત કરીએ તો, તેનો જન્મ 4 માર્ચ 1992વા રોજ સર્બિયામાં થયો હતો. તેની બોલિવુડમાં પહેલી ફિલ્મ સત્યાગ્રહ હતી. આ ઉપરાંત તે બિગબોસ 8 અને નચ બલિયે 9માં પણ જોવા મળી હતી.
View this post on Instagram
નતાશાને બાદશાહના ડીજે વાલે બાબુ ગીતથી ઘણી પોપ્યુલારિટી મળી હતી. હાર્દિકની વાત કરીએ તો, તેણે 2016માં ટીમ ઇન્ડિયા માટે ડેબ્યુ કર્યુ હતુ. હાર્દિક ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર રહ્યો છે. તેણે તેની રમતથી ટીમને ઘણી મેચ જીતાવવામાં મદદ કરી છે. તેને ટીમ ઇન્ડિયાનો કેપ્ટન તરીકે પણ જોવામાં આવ્યો અને આગળ પણ તેને કેપ્ટન તરીકે જોવામા આવી શકે છે.
View this post on Instagram