રાખી સાવંતના શૌહર આદિલ ખાનની વધી મુશ્કેલીઓ, વિદેશી છોકરીએ રેપ કેસની ફરિયાદ દાખલ કરી કહ્યુ- ઇંટીમેટ ફોટો લીક કરવાની આપી હતી ધમકી

રાખી સાવંતના પતિ આદિલ ખાન પર લાગ્યો રેપનો આરોપ, વિદેશી યુવતિએ દાખલ કરાવી FIR, ઇંટીમેટ તસવીરો લીક કરવાની આપી ધમકી

રાખી સાવંત હાલ તેના અંગત જીવનને લઇને ઘણી ચર્ચામાં છે. રાખીએ તેના પતિ આદિલ ખાન વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી હતી અને તે બાદ પોલિસે તેની ધરપકડ કરી હતી. ત્યારથી આદિલ જેલમાં છે. આદિલ વિશે રાખી અને તેના ભાઇએ ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા હતા અને અનેક આરોપો પણ લગાવ્યા હતા. એક બાજુ જ્યાં રાખીએ આદિલ પર મારપીટ કરવા અને દગો આપ્યાનો આરોપ લગાવ્યો છે, ત્યાં હવે આદિલ વિરૂદ્ધ એક ઇરાની વિદ્યાર્થીનીએ રેપનો મામલો દર્જ કરાવ્યો છે.

રીપોર્ટ્સ અનુસાર, ઇરાનની એક વિદ્યાર્થીનીએ આદિલ પર રેપનો કેસ દાખલ કરાવ્યો છે. રાખી સાવંતના પતિ આદિલ ખાન વિરૂદ્ધ મૈસુરમાં વીવી પુરમ પોલિસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે. આદિલ વિરૂદ્ધ FIR આઇપીસીની ધારા 376, 417, 420, 504 અને 506 અંતર્ગત દાખલ કરવામાં આવી છે. જાણકારી અનુસાર, ઇરાનની એક વિદ્યાર્થીની મૈસુરમાં ડોક્ટર ઓફ ફાર્મસીના અભ્યાસ માટે ભારત આવી હતી. તે છોકરી આદિલ ખાનને ડેઝર્ટ લેબ ફૂડ અડ્ડામાં મળી હતી.

આદિલ એ ફૂડ આઉટલેટનો માલિક હતો. ધીરે ધીરે બંને વચ્ચે નજીકતા વધી હતી. રીપોર્ટ્સ અનુસાર, ઇરાની વિદ્યાર્થીનીએ આદિલ પર આરોપ લગાવ્યો કે તેણે લગ્નની લાલચ આપી મૈસૂરમાં એક એપાર્ટમેન્ટમાં તેની સાથે રેપ કર્યો, જ્યાં તે સાથે રહેતા હતા. ઇરાની છોકરીએ પાંચ મહિના પહેલા જ્યારે આદિલ સાથે લગ્ન કરવાની માહ કરી તો તેણે ના કહી દીધી અને કહ્યુ કે, તેના જેવી અનેક છોકરીઓ સાથે તેના આવી રીતના સંબંધ છે.

જ્યારે છોકરીએ આદિલને ધમકી આપી કે તે પોલિસમાં ફરિયાદ દાખલ કરાવશે તો તેણે સ્નેપચેટ પર બે મોબાઇલ નંબરોથી છોકરીની કેટલીક ઇંટીમેટ તસવીરો મોકલી. છોકરીએ તેની ફરિયાદમાં બંને ફોન નંબર પણ જણાવ્યા છે. આદિલે તેને ધમકાવતા કહ્યુ કે, તે આ તસવીરોને સોશિયલ મીડિયા પર શેર કરી દેશે અને તેના પેરેન્ટ્સને પણ ફોરવર્ડ કરી દેશે. તેણે ધમકી એ પણ આપી કે જો તેણે ફરિયાદ દાખલ કરાવી તો તેને જાનથી મારી નાખશે.

Shah Jina