‘કાંતારા’ ફેમ રિષભ શેટ્ટી અને ‘KGF’ ફેમ યશે કરી પીએમ મોદી સાથે મુલાકાત, સાઉથ સિનેમાને લઇને કહી આ વાત
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 12 ફેબ્રુઆપીના રોજ એરો ઇન્ડિયા 2023નું ઉદ્દઘાટન કરવા માટે બંગલુરુ પહોંચ્યા હતા. જ્યાં તેમણે રાજભવનમાં કન્નડ ઇન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સ સાથે મુલાકાત કરી. જેમાં KGF સ્ટાર યશ પણ સામેલ હતો. ખબરો અનુસાર, આ બધા માટે રાજભવનમાં એક ડિનર પણ હોસ્ટ કરવામાં આવ્યુ હતુ. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
સોશિયલ મીડિયા પર સામે આવેલી તસવીરોમાં પીએમ મોદી સાથે KGF 2ની અપાર સફળતા બાદ કન્નડ સિનેમાનો ફેમસ ચહેરો બની ચૂકેલ યશ, કાંતારા ફેમ રિષભ શેટ્ટી જે રાતોાત એક બ્રાંડ અને પેન ઇન્ડિયા સ્ટાર બની ગયા છે તેમજ દિવંગત એક્ટર પુનીત રાજકુમારની પત્ની નજર આવી રહી છે.
આ મુલાકાત દરમિયાન એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીના ઘણા પહેલુઓ પર ચર્ચા કરવામાં આવી, સાથે રાજયમાં થિયેટરની સંખ્યા વધારવા, સિનેમાનો પ્રભાવ અને સિનેમાની ઇકોનોમીમાં યોગદાન જેવા વિષયો પર વાતચીત કરવામાં આવી. રીપોર્ટ્સ અનુસાર, પીએમ મોદીએ યશ, રિષભ શેટ્ટી અને અશ્વિની પુનિત રાજકુમારને ડિનર પાર્ટીમાં પણ ઇનવાઇટ કર્યા.
ખબર એ પણ છે કે આ મુલાકાત દરમિયાન પીએમ મોદીએ વાયદો કર્યો કે તેમની સરકાર કન્નડ સિનેમાના વિકાર માટે બધી સંભવ મદદ કરશે. છેલ્લા દિવસોમાં કાંતારાની રીલિઝ બાદ કેટલાક ઇન્ટરવ્યુમાં રિષભ શેટ્ટીએ પીએમ મોદી માટે પોતાની પ્રશંસા વ્યક્ત કરી હતી.
Actor Yash Left Impressed After Meeting PM Modi #MobiKwikXtra pic.twitter.com/kOmVH04PLT
— Narendra Modi fan (@narendramodi177) February 13, 2023
જણાવી દઇએ કે, ફિલ્મ કેજીએફથી યશે ના માત્ર દેશમાં પણ વિદેશમાં પણ પોતાની ઓળખ બનાવી લીધી છે. ફિલ્મમાં તેનું પરફોર્મન્સ દર્શકોએ ઘણુ પસંદ કર્યુ અને ફિલ્મને ખૂબ જ પ્રમ આપ્યો. યશને ચાહકો ધ રોકિંગ સ્ટાર કહી પણ બોલાવે છે.
What Kantara fame Rishab Shetty has to say about PM Modi. pic.twitter.com/u26Uyeehf2
— Political Kida (@PoliticalKida) February 13, 2023
હાલમાં જ કાંતારાના 100 દિવસ પૂરા થવા પર ફિલ્મના લેખક, નિર્દેશક અને એક્ટર રિષભ શેટ્ટીએ કાંતારાના પ્રીક્વલની ઘોષણા કરી હતી. ત્યાં હોમ્બલે ફિલ્મ પોતાના વધુ એક મોટા પ્રોજેક્ટ સાલાર સાથે ધૂમ મચાવવા તૈયાર છે, આ ફિલ્મમાં પ્રભાસ લીડ રોલમાં છે.