ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડ હાર્દિક પંડ્યા ફરી એકવાર કરવા જઇ રહ્યો છે લગ્ન, 3 વર્ષનો દીકરો પણ લગ્નમાં થશે સામેલ

ખુશખબરી: પરિણીત હાર્દિક પંડ્યા ફરી લગ્ન કરશે ઉદયપુરમાં, 3 વર્ષનો દીકરો પણ નાચશે પપ્પાની જાનમાં, જુઓ કોણ બનશે દુલ્હન

હાર્દિક પંડ્યાએ છેલ્લા વર્ષે ઇજા બાદ ક્રિકેટના મેદાન પર બહેતરીને વાપસી કરી. IPL ટીમ ગુજરાત ટાઇટન્સને ચેમ્પિયન બનાવ્યા બાદ તે ભારતીય ટી20 ટીમનો કેપ્ટન પણ બન્યો. છેલ્લા દિવસોમાં તેને વન ડે ટીમનો પણ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ત્યારે હાલમાં હાર્દિક તેની ક્રિકેટ લાઇફને લઇને પણ પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં છે. હાર્દિક પંડ્યા ફરીથી નતાસા સ્ટેનકોવિક સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે.

આ માટે તેમણે ખાસ સ્થળ પણ પસંદ કર્યું છે અને લગ્ન કાર્યક્રમ 4 દિવસ સુધી ચાલવાનો છે. મીડિયા અહેવાલો અનુસાર, પંડ્યા ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યો છે. હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે 2020માં કોર્ટ મેરેજ કર્યા હતા. પરંતુ આ પછી કોરોનાને કારણે ભવ્ય કાર્યક્રમ થઈ શક્યો નહીં. પંડ્યા જુલાઈ 2020માં પિતા બન્યો હતો. હાર્દિક પંડ્યાનો પુત્ર અગસ્ત્ય 3 વર્ષનો થઈ ગયો છે અને તે પણ મમ્મી-પપ્પાના લગ્નમાં હાજરી આપશે. મળતી માહિતી મુજબ લગ્ન માટે ઉદયપુરની પસંદગી કરવામાં આવી છે.

આ કાર્યક્રમ અહીં 13 થી 16 ફેબ્રુઆરી એટલે કે 4 દિવસ સુધી ચાલશે. લગ્ન 14 ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડેના રોજ થશે. હોટલમાં યોજાનાર લગ્નની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. હલ્દી, મહેંદી અને સંગીત બાદ લગ્ન થશે. લગ્ન બાદ એક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે. તેને ઓલ વ્હાઇટ થીમ વેડિંગ નામ આપવામાં આવ્યું છે. ત્યારે લગ્નને લઇને આજે હાર્દિક ભાઈ પત્ની નતાશા, દીકરો અગસ્ત્ય અને ભાઇ કૃણાલ પંડ્યા તેમજ ભાભી પંખુરી અને ભત્રીજા કવીર સાથે વેડિંગ વેન્યુ માટે રવાના થયો હતો.

પંડ્યા પરિવાર એરપોર્ટ પર જોવા મળ્યો હતો. જણાવી દઇએ કે, બોલિવૂડ અભિનેત્રી અને મોડલ નતાશા સ્ટેનકોવિક મૂળ સર્બિયન છે અને પંડ્યા સાથે લગ્ન કર્યા બાદ તેનું સમગ્ર ધ્યાન પરિવાર પર કેન્દ્રિત છે. આ ક્યૂટ કપલ અવારનવાર સોશિયલ મીડિયા પર એકબીજા સાથે ફોટા અને વીડિયો શેર કરે છે અને કપલ્સને ગોલ પણ આપે છે. ટી20 વર્લ્ડ કપ 2021માં ભારતીય ટીમનું પ્રદર્શન સારું રહ્યું ન હતું. આ પછી હાર્દિક પંડ્યા ક્રિકેટથી દૂર થઈ ગયો હતો.

IPL 2022માં તે નવી ટીમ ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન બન્યો અને ટીમને ચેમ્પિયન બનાવી. તે બોલ અને બેટથી સારું પ્રદર્શન કરવામાં સફળ રહ્યો હતો. આ પછી હાર્દિક પંડ્યાએ આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં પણ સારી રમત દેખાડી. આ પછી તેને ટીમ ઈન્ડિયામાં પ્રમોશન પણ મળ્યું. જો કે તે હજુ પણ ટેસ્ટ ટીમની બહાર ચાલી રહ્યો છે. ટીમ ઈન્ડિયા હાલમાં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરીઝ રમી રહી છે. આવી સ્થિતિમાં, મોટાભાગના ભારતીય ખેલાડીઓ લગ્નમાં ભાગ્યે જ હાજરી આપી શકે છે.

એક સૂત્રએ હિન્દુસ્તાન ટાઈમ્સને જણાવ્યું, કોર્ટ મેરેજ પછી તે ફરીથી લગ્ન કરશે. તે સમયે બંનેએ ઉતાવળમાં લગ્ન કરી લીધા હતા. ત્યારથી બંનેના મનમાં શાનદાર રીતે લગ્ન કરવાનો વિચાર હતો. તેઓ ખૂબ જ ઉત્સાહિત હતા. હાર્દિક પંડ્યાએ 2020માં નવા વર્ષ નિમિત્તે નતાશાને જહાજમાં પ્રપોઝ કર્યું હતું. આ દરમિયાન તેણે નતાશાને હીરાની વીંટી પહેરાવી હતી. આ પછી 31 મે 2020ના રોજ બંનેએ ચૂપચાપ લગ્ન કરી લીધા. ત્યારબાદ જુલાઈ 2020માં પુત્ર અગસ્ત્યનો જન્મ થયો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina