દેશ વિદેશમાં જેમને પોતાની આગવી મહેનત દ્વારા પોતાનું નામ બનાવ્યું એવા ગમન સાંથલ ભુવાજી આજે જીવે છે આવું જીવન, જાણો તેમના સંઘર્ષ વિશે

એક પશુ પાલકનો દીકરો કેવી રીતે બન્યો ગુજરાતનો સુપર સ્ટાર ? ગમન ભુવાજીના જીવન વિશેની રોચક વાતો

ગુજરાતની ધરતી પર ઘણા બધા કલાકારો નામના મેળવી ચુક્યા છે. કેટલાય કલાકારોની ખ્યાતિ આજે ગુજરાતમાં જ નહિ પરંતુ દેશ વિદેશમાં પણ જોવા મળે છે. ત્યારે એવું જ એક નામ છે ગમન સાંથલ ભુવાજીનું. જેમને આજે લાખો લોકો અનુસરે છે અને તેમના કાર્યક્રમોમાં પણ હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઊમટતુ હોય છે.

ત્યારે ગમન ભુવાજીએ પોતાની જાત મહેનતથી આ નામ બનાવ્યું છે. તેમણે તેમના જીવનમાં ખુબ જ સંઘર્ષ કર્યો છે અને આજે તે ગુજરાતનું એક મોટું નામ બની ગયા છે, સોશિયલ મીડિયામાં પણ તેમને ઘણા લોકો ફોલો કરે છે અને તેમના જીવન પર પણ નજર રાખતા હોય છે, સાથે જ ગમજ ભુવાજી પણ તેમના ચાહકો સાથે સોશિયલ મીડિયા દ્વારા જોડાયેલા રહેતા હોય છે.

ગમન ભુવાજીને આજે લોકો ગમન સાંથલ તરીકે ઓળખે છે. પરંતુ તેમને આ નામથી ઓળખવાનો પણ એક ઇતિહાસ છે. ગમન ભુવાજી તેમના નામની પાછળ જે સાંથલ નામ લખાવે છે તે તેમના ગામનું નામ છે. એક ઇન્ટરવ્યૂમાં જ તેમણે જણાવ્યું હતું કે મોટાભાગે લોકો પોતાના પિતાનું નામ લખાવતા હોય છે. પરંતુ હું મારા ગામનું નામ આગળ લાવવા માંગતો હતો અને તેના કારણે જ તેમને ગમનની પાછળ ગામનું નામ સાંથલ રાખ્યું.

ગમન ભુવાજીના પિતા પશુ પાલનનો વ્યવસાય કરતા હતા. ગમન ભણવામાં પણ ખુબ જ હોશિયાર પરંતુ અચાનક પિતાને પશુ પાલનના વ્યવસાયમાં ખોટ આવી અને દેવું પણ થઇ ગયું. જેના કારણે ગમન ભુવાજીએ 10માં ધોરણથી જ ભણવાનું છોડી નોકરી કરવા માટે અમદાવાદ ચાલી ગયા.

અમદાવાદમાં તેમણે ફાઇનાન્સ અને ડ્રાઈવર તરીકેની નોકરી કરી. હજુ પરિવારની સ્થિતિ માંડ સારી થઇ રહી હતી, ત્યાં જ તેમના પિતાજી સ્વર્ગમાં સિધાવ્યા અને ફરીથી ગમન ભુવાજીના માથે દુઃખોનો પહાડ તૂટી પડ્યો. જેના કારણે પરિવારની જવાબદારી પણ હવે તેમના માથે આવી ગઈ, અને તેમણે પોતાના વતન પરત ફરવાનું નક્કી કર્યું.

ગમન ભુવાજી રબારી સમાજના હોવાના કારણે તેમને ગાવાની કલા તો વારસામાં મળી હતી. આ દરમિયાન તેમને રેગડી ગાવાની શરૂઆત કરી. ગમે ગામ જઈને તે રેગડી ગાતા, જેના બાદ તે ગરબા શીખ્યા અને ધીમે ધીમે તે આખા ગુજરાતનું એક આગવું નામ પણ બની ગયા. આજે ગમન સાંથલની જે ઓળખ છે તે પોતાના દમ અને પોતાની મહેનત પર છે.

Niraj Patel