ખૂબસુરતીમાં બોલિવુડ અભિનેત્રીઓને ટક્કર આપે છે મોહમ્મદ કૈફેની પત્ની પૂજા, પ્રેમ કહાની છે દિલચસ્પ !

પૂજા મોહમ્મદ કૈફને પરણી ગઈ, ખૂબસુરતીમાં કેટરીના અને માધુરીથી કમ નથી આ ભારતીય ક્રિકેટરની પત્ની, ધર્મની દીવાલ તોડી બન્યા હતા જીવનસાથી, જુઓ ફોટાઓ

પૂર્વ ભારતીય ક્રિકેટર અને ફીલ્ડર મોહમ્મદ કૈફે મેદાન પર ઘણા રેકોર્ડ બનાવ્યા છે. તેમની ગણતરી ભારતના સૌથી સારા ક્રિકેટરમાં થાય છે. કૈફે મેદાન પર ઘણી મહત્વની મેચોમાં જીત પણ અપાવી છે. તે જો ક્રીઝ પર જામી જાય તો વિરોધી ટીમના બોલરો માટે મુશ્કેલી ઊભી કરી દે છે. જો કે, આજે આપણે વાત ક્રિકેટર મોહમ્મદ કૈફની નહિ પણ તેમની પત્ની પૂજાની કરવાના છીએ.

મોહમ્મદ કૈફ અને તેમની પત્ની પૂજા યાદવની લવ સ્ટોરી ઘણી દિલચસ્પ છે. કૈફને નોએડાની રહેવાસી જર્નલિસ્ટ પૂજા યાદવ સાથે પ્રેમ થઇ ગયો. બંને અલગ અલગ ધર્મના હતા.તો પણ એકબીજા સાથે લગ્ન કર્યા. મોહમ્મદ કૈફની લવ સ્ટોરી નાની અને ખૂબસુરત છે. કૈફની માત્ર લવસ્ટોરી જ સુંદર નથી, પણ તેની પત્ની પૂજા પણ ખૂબ જ સુંદર છે. સુંદરતાની બાબતમાં પૂજા કેટરીના કૈફ અને અનુષ્કા શર્મા જેવી અભિનેત્રીઓથી કમ નથી.

મીડિયા અહેવાલ અનુસાર, મોહમ્મદ કૈફ અને પૂજા યાદવ 2007માં એક પાર્ટીમાં કેટલાક કોમન ફ્રેન્ડ દ્વારા મળ્યા હતા. તે સમયે પૂજા ઈવેન્ટ મેનેજમેન્ટ ફર્મમાં કામ કરતી હતી. પૂજા અને કૈફને તેમની પ્રથમ મુલાકાતથી જ એક જોડાવ લાગ્યો અને તેઓએ એકબીજાના સંપર્કમાં રહેવાનું નક્કી કર્યું. થોડા સમય પછી બંને અવારનવાર સાથે બહાર જવા લાગ્યા. મોહમ્મદ કૈફ અને પૂજા યાદવે ચાર વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ પોતાના સંબંધોને આગળ વધારવાનો નિર્ણય કર્યો.

કૈફ અને પૂજાએ 26 માર્ચ 2011ના રોજ એક અંતરંગ સમારોહમાં લગ્ન કર્યા, જેમાં માત્ર નજીકના મિત્રો અને પરિવારના સભ્યો જ હાજર હતા. મોહમ્મદ કૈફે પૂજા સાથે નોઈડામાં ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. ઘણા લોકો તેમના લગ્ન વિશે જાણતા નહોતા. કૈફ મુસ્લિમ હતો અને પૂજા હિંદુ હતી તેથી તેમના લગ્નની ચર્ચા ઘણી થઈ હતી. જો કે, પરિવાર તેમના લગ્નમાં અવરોધ બની રહ્યો હોવાની વાત ક્યારેય સામે આવી નહોતી. મોહમ્મદ કૈફ અને પૂજાને બે બાળકો છે.

કૈફના મોટા પુત્રનો જન્મ 28 ફેબ્રુઆરી 2012ના રોજ થયો હતો. કૈફે પોતાના પુત્રનું નામ કબીર રાખ્યું છે. આ પછી એપ્રિલ 2017માં તેમના ઘરે દીકરી આવી, જેનું નામ કપલે ઈવા રાખ્યું. મોહમ્મદ કૈફની જેમ તેની પત્ની પૂજા પણ લો પ્રોફાઇલ રાખે છે. જો કે, જ્યારે કૈફે 2014માં લોકસભા ચૂંટણી લડવાનું નક્કી કર્યું, ત્યારે પૂજા પહેલીવાર તેમના માટે પ્રચાર કરવા માટે ખુલ્લેઆમ બહાર આવી. પૂજા ભલે લો પ્રોફાઇલ રહે છે,

પરંતુ સોશિયલ મીડિયા પર તે ઘણી એક્ટિવ રહે છે. પૂજા કૈફ અવારનવાર તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર તેની સુંદર અને ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. સુંદરતા અને ગ્લેમરની બાબતમાં પૂજા બોલિવૂડની અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે. પૂજા ઘણીવાર ઈન્ટરવ્યુમાં મોહમ્મદ કૈફના વખાણ પણ કરે છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન તેણે કહ્યું હતુ કે, “હું મારા કામનો ખરેખર આનંદ માણી રહી છું અને મારો પરિવાર હંમેશા ખૂબ જ સપોર્ટ કરે છે.

કૈફ ખૂબ જ સમજદાર છે અને તેણે મને ક્યારેય કામ કરતા રોકી નથી.” બાળકના જન્મ પછી તેણે બે વર્ષનો બ્રેક લીધો હતો અને પછી તેણે ફરીથી પોતાનું કામ શરૂ કર્યું હતુ. આ ઉપરાંત તેણે પુત્રીના જન્મ સમયે પણ બ્રેક લીધો હતો. હવે બંને બાળકોના મોટા થયા બાદ પૂજા ફરીથી કામ કરે છે. પૂજા પ્રેઝન્ટર તરીકે કામ કરી રહી છે. મોહમ્મદ કૈફ અને પૂજા બંને તેમના અંગત જીવન અને સંબંધો વિશે વાત કરતા નથી.

Shah Jina