લગ્નના બંધનમાં બંધાયા બાદ પહેલીવાર ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલે શેર કરી તસવીરો અને વીડિયો, કપલે કર્યો શાનદાર ડાન્સ, જુઓ

બ્લેક સૂટમાં કોઈ હીરોથી કમ નહોતો લાગી રહ્યો અક્ષર પટેલ, તો ગોલ્ડન લહેંગામાં મેહા પણ લાગી રાજકુમારી, લગ્ન બાદની તસવીરો જીતી રહી છે દિલ

હાલ જયારે લગ્નની સીઝન ચાલી રહી છે ત્યારે થોડા સમય પહલાં જ ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી અક્ષર પટેલ પણ લગ્નના બંધનમાં બંધાયો. તેણે 26 જાન્યુઆરી અને વસંત પંચમીના શુભ અવસર પર વડોદરાની વતની અને તેની પ્રેમિકા મેહા પટેલ સાથે લગ્નના સાત ફેરા લીધા અને આ કપલ હંમેશ માટે એકબીજાના બની ગયા.

અક્ષર પટેલના લગ્નની ઘણી બધી તસવીરો સોશિયલ મીડિયામાં સામે આવી હતી. ત્યારે હાલમાં જ અક્ષર પટેલે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે મેહા સાથે જોવા મળી રહ્યો છે. તસવીર જોઈને ખબર પડી કે આ બંનેની લગ્ન પછીની તસવીરો છે કારણ કે મેહાના કપાળમાં સિંદૂર દેખાય છે. તસવીરમાં બંને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે.

આ તસવીરમાં મેહાએ ગોલ્ડન જરદોઝી વર્કનો લહેંગા પહેર્યો છે અને અક્ષરે બ્લેક સૂટ પહેર્યો છે. ફેન્સ બંનેને તેમના લગ્ન માટે અભિનંદન આપી રહ્યા છે. અક્ષર પટેલે લગ્ન માટે ટીમ ઈન્ડિયામાંથી રજા લીધી હતી અને 26 જાન્યુઆરીએ તેણે વડોદરામાં લગ્ન કર્યા હતા. તેમના લગ્નમાં ક્રિકેટર જયદેવ ઉનડકટે પણ હાજરી આપી હતી.

આ ઉપરાંત આ કપલનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જે પણ તેમના લગ્ન દરમિયાનનો જ છે અને આ વીડિયોમાં આ કપલ ખુબ જ સુંદર ડાન્સ કરતું પણ જોવા મળી રહ્યું છે. તેમના ચાહકો તેના આ વીડિયોને અને તસવીરોને પણ ભરપૂર પ્રેમ આપતા જોવા મળી રહ્યા છે અને કોમેન્ટ કરીને તેમને સુખી લગ્ન જીવનની શુભકામનાઓ પાઠવે છે.

અક્ષર પટેલની ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારત ટેસ્ટ શ્રેણી માટે પસંદગી કરવામાં આવી છે. જો કે રવિન્દ્ર જાડેજા પણ આ સિરીઝથી પુનરાગમન કરી રહ્યો છે. જોવાનું રહેશે કે રોહિત શર્મા, જાડેજા અને અક્ષર ત્રણેયમાંથી કોને તક આપવામાં આવે છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેને આ શ્રેણીમાં તક મળી શકે છે કારણ કે તેણે જાડેજાની ગેરહાજરીમાં ટીમ માટે સતત સારું પ્રદર્શન કર્યું છે.

Niraj Patel