ના લિપસ્ટિક-ના કાજલ, પપ્પા અજય દેવગન સાથે સિંપલ લુકમાં જોવા મળી ન્યાસા, બાપ-દીકરીની ક્યુટ બોન્ડિંગ જુઓ

બાપ રે, રૂપ રૂપનો અંબાર અજયની લાડલી મેકઅપ વગર દેખાય છે આવી, હોંશ ઉડશે હોંશ

અજય દેવગન અને કાજોલની દીકરી ન્યાસા દેવગન ચર્ચિત સ્ટારકિડ્સમાંની એક છે. તે અવાર નવાર ચર્ચામાં રહે છે. કાજોલ અને અજય દેવગનની દીકરીની તસવીરો ઘણીવાર વાયરલ થતી રહે છે. ફેમસ સ્ટાર કિડ હાલમાં જ તેના પિતા અજય દેવગન સાથે કદમથી કદમ મિલાવી જતી જોવા મળી અને આ જોઇ ચાહકો ખુશખુશાલ થઈ ગયા. પિંક કલરના ફૂલ સ્લીવ્ઝ ટોપ અને બ્લુ ડેનિમમાં પપ્પાની પરીને જોઈને ચાહકો તેના વખાણ કરી રહ્યા છે.

અજય-ન્યાસાનો આ દરમિયાનનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. અજય દેવગન તેની લાડલી સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. જ્યારે અજય હેન્ડસમ દેખાઈ રહ્યો હતો, તો ન્યાસા મેકઅપ વગર પણ સુંદર લાગી રહી હતી. વીડિયોમાં ચાહકો પિતા-પુત્રીના ક્યૂટ બોન્ડિંગના વખાણ કરી રહ્યા છે. ન્યાસાએ તેના આ લુક સાથે ખુલ્લા વાળ રાખ્યા હતા અને આંખો નમાવી ચાલી રહી હતી. કેટલાક ફેન્સ તેને અજયની કોપી તો કેટલાક કાજોલની કોપી કહી રહ્યા છે.

અજય દેવગન અને ન્યાસા દેવગનના આ વીડિયો પર યૂઝર્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. જ્યારે ચાહકો અજયને હેન્ડસમ કહીને તેના પર પ્રેમ વરસાવી રહ્યા છે, ત્યારે તેઓ ન્યાસાની સાદગીના વખાણ કરી રહ્યા છે. અજય અને ન્યાસાની આ તસવીરો પર પ્રતિક્રિયા આપતા એક યુઝરે પૂછ્યું- શું તમે પણજી જઈ રહ્યા છો? બીજા એક યુઝરે લખ્યું, અજય દેવગન હજુ પણ ખૂબ જ હેન્ડસમ છે. તો બીજી તરફ ન્યાસા પર ટોણો મારતા અન્ય એક યુઝરે અજય દેવગનને પૂછ્યું કે, શું તેણે ન્યાસાને દત્તક લીધી છે ?

અજય દેવગને એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે ન્યાસા દેવગન એક્ટિંગની દુનિયામાં પગ મૂકવા માંગતી નથી. તેણે કહ્યું હતું, “મને ખબર નથી કે તે આ લાઇનમાં આવશે કે નહીં, પરંતુ ન્યાસાને અત્યારે આ ક્ષેત્રમાં રસ નથી. પરંતુ બાળકો સાથે ગમે ત્યારે કંઈપણ બદલાઈ શકે છે.” તમને જણાવી દઈએ કે ન્યાસા દેવગન હાલમાં સ્વિટ્ઝરલેન્ડના ગ્લિઓન ઈન્સ્ટિટ્યૂટ ઓફ હાયર એજ્યુકેશનમાં ઈન્ટરનેશનલ હોસ્પિટાલિટીનો અભ્યાસ કરી રહી છે. આ પહેલા તે ત્રણ વર્ષ સિંગાપુરની એક બોર્ડિંગ સ્કૂલમાં રહી હતી.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અજય દેવગન ટૂંક સમયમાં ફિલ્મ ‘ભોલા’માં જોવા મળશે. આ ફિલ્મમાં અજયની સાથે અભિનેત્રી તબ્બુ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. હાલમાં જ આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેને ચાહકોએ પસંદ કર્યું હતું. હવે ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina