પેરિસ ઓલિમ્પિકમાં ફાઈનલ રેસલિંગ મેચ પહેલા ડિસક્વોલિફાય થયા બાદ વિનેશ ફોગાટ હવે પોતાના દેશ પરત ફરી છે. તે લગભગ 11 વાગ્યે દિલ્હી એરપોર્ટથી બહાર આવી અને આ દરમિયાન તેણે તેની સાથી રેસલર સાક્ષી મલિકને ગળે લગાવી અને રડવા લાગી. આ પછી વિનેશ ખુલ્લી જીપમાં દિલ્હી એરપોર્ટથી રવાના થઈ. વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિકમાં મહિલાઓની 50 કિગ્રા વજન વર્ગની ફાઈનલ મેચ પહેલા 100 ગ્રામ વજન વધુ આવવાને કારણે ડિસક્વોલિફાય થઇ ગઇ હતી.
ફાઇનલમાં પહોંચ્યા બાદ પણ વિનેશનો હાથ ખાલી જ રહ્યો. તે ના તો ગોલ્ડ મેડલ જીતી શકી ના સિલ્વર મેડલ… ત્યારે ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટનું પેરિસથી પરત ફર્યા બાદ ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આગમન સમયે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વિનેશના આગમન માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. સેમિફાઈનલમાં જીત મેળવ્યા બાદ તેનો સિલ્વર મેડલ નિશ્ચિત થઈ ગયો હતો. જો કે, ડિસક્વોલિફાય થવાને કારણે તેને મેડલ ન મળી શક્યો.
ત્યારે ભારત પરત ફરતા ઓલિમ્પિક મેડલ વિજેતા સાક્ષી મલિક સાથે બજરંગ પુનિયા પણ વિનેશને મળવા પહોંચ્યા હતા. સાક્ષી મલિકને ગળે મળી વિનેશ રડી પડી, ત્યારે રડતી વિનેશ ફોગાટની સાક્ષીએ સંભાળ લીધી. લાંબા સમય પછી સેંકડો લોકોની ભીડ અને પરિવારને જોઈને વિનેશ ભાવુક થઈ ગઈ હતી અને તેની આંખોમાંથી આસુ વહેવા લાગ્યા હતા. તેના મોઢામાંથી એક પણ શબ્દ નહોતો નીકળતો.
પરિવાર ઉપરાંત ભારતના સ્ટાર રેસલર ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પુનિયા અને સાક્ષી મલિક પણ વિનેશનું સ્વાગત કરવા દિલ્હી એરપોર્ટ પહોંચ્યા હતા. આ દરમિયાન સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. કુસ્તીબાજે ઓલિમ્પિક પોડિયમ સુધી ન પહોંચવા બદલ ઊંડું દુઃખ વ્યક્ત કર્યું. આ દરમિયાન વિનેશે મીડિયા સાથે વાત કરતા કહ્યુ- પૂરા દેશવાસીઓનો ઘણો-ઘણો ધન્યવાદ, હું ખૂબ ભાગ્યશાળી છું.
ત્યાં, દિલ્હી એરપોર્ટથી વિનેશના પૈતૃક ગામ બલાલી (ચરખી દાદરી જિલ્લો) સુધી લગભગ 125 કિલોમીટરના રસ્તામાં તેનું જગ્યા જગ્યાએ સ્વાગત થશે.ગામના રમત ગમત સ્ટેડિયમમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે, એક દિવસ પહેલા જ આચારસંહિતા લાગુ થવાને કારણે રાજ્ય સરકાર આ કાર્યક્રમોમાં ભાગ લઈ રહી નથી.
View this post on Instagram
સીએમ નાયબ સૈનીએ વિનેશને 4 કરોડ રૂપિયા અને સરકારી નોકરી આપવાની જાહેરાત કરી હતી. બલાલી ગામના સરપંચે જણાવ્યું હતુ કે વિનેશને ગોલ્ડ વિજેતાની જેમ સન્માનિત કરવામાં આવશે. કાર્યક્રમમાં આવનાર તમામ લોકો માટે દેશી ઘીની વાનગીઓ તૈયાર કરવામાં આવી રહી છે.
View this post on Instagram