સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરનો કોલકાતા દુષ્કર્મ અને હત્યા પર વીડિયો થયો વાયરલ- આ કારણે મચી બવાલ

શર્મનાક : કોલકાતા રેપ-મર્ડર કેસમાં આ મહિલા ઇન્ફ્લુએન્સરની હરકત વાયરલ

કોલકાતાની સરકારી હોસ્પિટલની અંદર એક જુનિયર મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટનાએ સમગ્ર ભારતને ચોંકાવી દીધું છે. આ જઘન્ય અપરાધ બાદ દેશભરમાં વિરોધ પ્રદર્શનો થઇ રહ્યા છે અને પીડિતાને ન્યાય મળે તે માંગણી સાથે અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. ત્યારે વ્યાપક આક્રોશ વચ્ચે સોશિયલ મીડિયા કન્ટેન્ટ ક્રિએટરના એક વીડિયોએ વિવાદ ઊભો કરી દીધો છે. વીડિયોમાં સારા સરોશ નામની યુવતિએ ડોક્ટરના દુ:ખદ કેસની ચર્ચા કરતા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક મેકઅપ ટ્યુટોરીયલ શેર કર્યું છે.

બુધવારે શેર કરવામાં આવેલ વિડિયોમાં સારા સફેદ ડ્રેસમાં કેમેરા સામે પોઝ આપતી અને મેક-અપ કરતી જોવા મળી રહી છે. જો કે, આ ઓડિયો ઓવરલે છે જેણે લોકોના ગુસ્સાને વધુ વેગ આપ્યો છે. વૉઇસઓવર એક કહાની સાથે શરૂ થાય છે જે એક યુવા મહિલા ડૉક્ટરની દુખદ કહાનીને વ્યક્ત કરે છે. જો કે બાદમાં મામલો બીજો જ કંઇ નીકળે છે. ઑડિયો આ પ્રકારે શરૂ થાય છે: “મારી સાથે તૈયાર થઇ જાવ કારણ કે હું તમારા બધા સાથે મારા એક મિત્રની વાત કરવા જઈ રહી છું જે કૉલેજ ગઇ, એમબીબીએસ પૂરુ કર્યું, અને વાસ્તવમાં કરી રહી હતી.

સારા તેનો મેક-અપ જારી રાખે છે, વોઇસઓવર એ ભયાનક ઘટનાઓનું વર્ણન કરે છે જેના કારણે ડૉક્ટરનું ક્રૂર મૃત્યુ થયું હતું. “એક સાંજે, જ્યારે તે તેનો અભ્યાસ અને પોસ્ટિંગ પૂર્ણ કરી રહી હતી અને સૂઈ રહી હતી, ત્યારે તેના પર દુષ્કર્મ કરવામાં આવ્યુ અને હોસ્પિટલમાં તેની હત્યા કરવામાં આવી. ડ્યુટી પર…હોસ્પિટલ પરિસરની અંદર. હું તેના માતા-પિતાને શું કહુ? તે તેના શરીરને કેવી રીતે જુએ ? સમાજનો સામનો કેવી રીતે કરે ? વોઇસઓવર એક માર્મિક વાત સાથે સમાપ્ત થાય છે.

“ના, તે ખરેખર મારી મિત્ર નહોતી, પણ તે બની શકી હોત. કેમ કે ભલે આપણી પાસે હજુ પણ તેના માતાપિતા માટે જવાબો નથી. તેમણે પોતાની દીકરી ખોઇ દીધી, જેની બેરહેમીથી હત્યા કરી દેવામાં આવી અને આપણી પાસે કોઇ જવાબ નથી. આ વીડિયો ખૂબ વાયરલ થયો, જેને કારણે સોશિયલ મીડિયા યુઝર્સ ગુસ્સે ભરાયા. જેમણે આ ગંભીર મુદ્રા સાથે મેકઅપ ટ્યુટોરિયલના મિક્સિંગને ખૂબ જ ખોટુ ગણાવ્યુ. જેમ જેમ વીડિયો પ્રત્યે લોકોનો ગુસ્સો વધ્યો ત્યારે સારાએ વીડિયો સો.મીડિયા પરથી હટાવી દીધો અને સાર્વજનિક રૂપથી માફી માંગી.

Shah Jina