મજબૂર સમજી વ્યક્તિએ અજાણ્યાને બાઇક પર બેસાડ્યો, પાકિટ ચોરી થતા જ હકિકત આવી સામે તો કરી દીધી પિટાઇ
ભલાઇનો તો જમાનો જ નથી ! સોશિયલ મીડિયા પર એક ક્લિપ વાયરલ થઇ રહી છે જે આ કહેવતને સાચી કરી રહી છે. વાસ્તવમાં, એક બાઇક સવાર અજાણ્યા વ્યક્તિને લિફ્ટ આપે છે જે ખિસ્સાકાતરુ છે. પરંતુ જેવી જ બાઇક સવારને આ હકિકત ખબર પડે છે કે તે પોકેટમારની પિટાઇ કરી દે છે. આ વીડિયો ચંદીગઢનો હોવાનું જણાવવામાં આવી રહ્યો છે.
કોમેન્ટ સેક્શનમાં યુઝર્સ ચોરને ઉગ્રતાથી કોસતા પણ જોવા મળે છે. પોકેટમારે માત્ર પાકીટ ચોરવાનો જ પ્રયાસ ના કર્યો પણ બાઈકરનો ઇંસાનિયત પરથી પણ વિશ્વાસ ઉઠાવી દીધો. ભવિષ્યમાં આ બાઇક સવાર ક્યારેય કોઈને પણ લિફ્ટ આપતા પહેલા દસ વાર વિચારશે. વીડિયોમાં બાઇક સવાર જ્યારે ખિસ્સાકાતરુની ચેકિંગ કરે છે તો તેના ઉપરવાળા ખિસ્સાથી તેને પાકિટ મળે છે.
આ જોઇ તે ગુસ્સામાં આવી જાય છે અને ચોરની ખૂબ પિટાઇ કરી દે છે. X પર આ વીડિયોને પોસ્ટ કરી લખવામાં આવ્યુ છે- પોકેટમારે લિફ્ટ માંગી એ વ્યક્તિનું જ પર્સ ચોરી લીધુ જેણે ચંડીગઢ પુનમાં તેની મદદ કરી હતી. આ વીડિયોને અત્યાર સુધીમાં 5 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે જ્યારે હજારો લોકોએ લાઈક કર્યો છે.
Kalesh over this Pick-Pocketer asked for Lift and steal the purse of the guy who helped him in Chandigarh Pun
pic.twitter.com/v7jiyJfo5o— Ghar Ke Kalesh (@gharkekalesh) August 14, 2024