...
   

ફૂલ વેચવાવાળી માતાનો દીકરો iPhone માટે ભૂખ હડતાલ પર બેઠો, જિદ આગળ બેબસ થઇ માતા, બોલી- ફૂલ વેચી જોડ્યો હતો એક-એક રૂપિયો

iPhone માટે ભૂખ હડતાલ પર બેઠો દીકરો, જિદ આગળ બેબસ થઇ માતા, બોલી- ફૂલ વેચી જોડ્યો હતો એક-એક રૂપિયો

આજકાલ શોઓફના આ જમાનામાં લોકો બીજાથી આગળ નીકળવાની દોડમાં કંઈપણ કરવા તૈયાર રહેતા હોય છે. સોશિયલ મીડિયા પર આવા કિસ્સાઓ અવારનવાર જોવા અને સાંભળવા મળે છે, જેના વિશે જાણ્યા પછી ક્યારેક તેમના પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. આ દિવસોમાં આવા જ એક કિસ્સાએ ઇન્ટરનેટ પર એક અલગ જ ચર્ચા જગાવી છે. ઘણા લોકોમાં iPhoneનો અલગ ક્રેઝ હોય છે. તેમને આઇફોન સિવાય બીજું કશું દેખાતું નથી.

ત્યારે હાલમાં એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક ફૂલ વેચનારનો પુત્ર આઇફોન માટે ત્રણ દિવસ સુધી ભૂખ હડતાલ પર રહ્યો અને આખરે માતાએ કંટાળીને તેની જીદ પૂરી કરવી પડી. આઈફોનના કારણે છોકરાએ ત્રણ દિવસ સુધી ના તો કંઈ ખાધું ના પીધું, ત્યારબાદ તેની માતાએ આખરે કંટાળી પુત્રની જીદ પૂરી કરી અને તેના માટે આઇફોન ખરીદ્યો. પુત્રનું ભવિષ્ય સુધારવા માટે ફૂલ વેચીને જે માતાએ રૂપિયા બચાવ્યા હતા, તે પુત્રની જીદને કારણે આઈફોન ખરીદવા માટે ખર્ચ કરવા પડ્યા.

વીડિયોમાં છોકરો હાથમાં 500, 100 અને 200 રૂપિયાની નોટોના બંડલ પકડેલો જોવા મળે છે. વીડિયોમાં મહિલા પોતાની સ્થિતિ સમજાવીને કહી રહી છે કે, ‘હું મંદિરની બહાર ફૂલ વેચું છું. મારા દીકરાએ ત્રણ દિવસથી કંઈ ખાધું-પીધુ નથી કારણ કે તેને આઈફોન જોઈતો હતો.

Shah Jina