...
   

3 કરોડમાં ખરીદ્યુ હતુ 4 બેડરૂમવાળુ ઘર, તોફાને 11 સેકન્ડમાં સમુદ્રમાં ભેળવી દીધુ- જુઓ ચોંકાવનારો વીડિયો

સમુદ્રમાં આવ્યુ તોફાન જેમાં 11 સેકન્ડમાં વહી ગયુ 3 કરોડનું ઘર- જુઓ વીડિયો

સી-વ્યૂ વાળુ ઘર એક મોંઘો શોખ છે. દરેક વ્યક્તિના સપનામાં એવું ચોક્કસ સામેલ હોય છે કે તેઓ કેવું ઘર ઈચ્છે છે, એવું કે જેની સામે ખુલ્લું આકાશ અને સમુદ્ર હોય. પરંતુ શું થાય જ્યારે ઘણી મહેનત અને ઘણા પૈસાથી બનાવેલ એ ઘર ડૂબી જાય? આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે, જ્યાં આવા ઘરનું સપનું દરિયાના જોરદાર મોજાથી ચકનાચૂર થઈ ગયું.

આ ઘટના બની 16 ઓગસ્ટે અમેરિકાના નોર્થ કેરોલિનામાં,જ્યાં અર્નેસ્ટો તોફાનને કારણે 3 કરોડ રૂપિયાનું ઘર સમુદ્રમાં વહી ગયું. તેનો વીડિયો પણ સામે આવ્યો છે, જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે રોડાંથેમાં 23214, કોર્બિના ડ્રાઇવ પર વર્ષ 1973માં બનેલ આ ઘર આંખના પલકારામાં પડી ગયું. આ ઘર સમુદ્રના શક્તિશાળી મોજા સામે થોડી સેકન્ડ પણ ટકી શક્યું નહિ.

વીડિયોને 18 ઓગસ્ટના રોજ @CollinRugg નામના હેન્ડલ પર X પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. કેપ્શનમાં લખ્યું છે – નોર્થ કેરોલિનાના આઉટર બેંક્સ પર બનેલું દરિયા કિનારાનું ઘર એટલાન્ટિક મહાસાગરમાં ડૂબી ગયું. ઘરના માલિકે આ 4 બેડરૂમ અને 2 બાથરૂમનું ઘર 2018માં $339,000 (અંદાજે રૂ. 3 કરોડ)માં ખરીદ્યું હતું.

Shah Jina