...
   

Fact Check : ફર્ઝી નીકળ્યો પક્ષીનો ઝંડો લહેરાવવા વાળો વીડિયો, અસલી હકિકત ઉડાવી દેશે તમારા હોંશ

સ્વતંત્રતા દિવસ પર લગભગ દરેક ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે ઉત્સાહિત હોય છે, પરંતુ શું પક્ષીઓને પણ આવી જ લાગણી હોય છે ? કેરળનો એક અનોખો વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થયો. જેમાં એક પક્ષી દૂરથી રાષ્ટ્રધ્વજને લહેરાવવામાં મદદ કરતું જોવા મળ્યુ. પરંતુ વધુ એક વિડિયો સામે આવ્યો છે, જેમાં વાસ્તવિકતા કંઈક અલગ જ દેખાઈ રહી છે. 17 ઓગસ્ટના રોજ પોસ્ટ કરવામાં આવેલી આ ક્લિપને સોશિયલ મીડિયા પર 10 લાખથી વધુ વખત જોવામાં આવી છે.

વીડિયોમાં કેટલાક બાળકો અને વડીલો સ્વતંત્રતા દિવસના અવસર પર રાષ્ટ્રધ્વજ ફરકાવતા જોવા મળી રહ્યા છે, પરંતુ ઝંડો ટોચ પર પહોંચતા જ તે અટકી ગયો હોય તેવું લાગે છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે અચાનક એક પક્ષી આવીને ધ્વજ ખોલે છે અને ધ્વજ લહેરાવે છે. સોશિયલ મીડિયા પર આ પોસ્ટ કરનાર યુઝરે લખ્યું, “ધ્વજ ફરકાવતી વખતે ટોચ પર ફસાઈ ગયો. એક પક્ષી ક્યાંકથી આવ્યુ અને તેને ખોલી નાખ્યો.”

જો કે એક અન્ય વીડિયોમાં આ વાતને ખારિજ કરવામાં આવી છે અને કહેવામાં આવ્યુ કે આ કન્ફ્યુઝ્ડ કેમેરા એન્ગલને કારણે થયું હતું. ફેક વિડિયોને ઓલ્ટ ન્યુઝના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબૈરે એક અલગ એન્ગલથી શેર કર્યો અને સ્પષ્ટ કર્યું કે આ મામલો લોકો જે વિચારી રહ્યા છે તેવો નથી. આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે પક્ષી ધ્વજની નજીક ઉડતું નથી, પરંતુ માત્ર ધ્વજની પાછળ એક નાળિયેરના ઝાડ પર બેઠું છે અને તેને ધ્વજ ફરકાવવા સાથે કોઈ લેવાદેવા નથી. હવે આ વીડિયો પણ ઘણો વાયરલ થઈ રહ્યો છે.

Shah Jina