‘હું જીવુ છું…’ શ્રેયસ તલપડેની મોતની ઉડી અફવા, પરેશાન થયો પરિવાર, હેટર્સને કહ્યુ- પ્લીઝ બંધ કરો
બોલિવૂડ એક્ટર શ્રેયસ તલપડે વિશે એક ચોંકાવનારા સમાચાર સાંભળવા મળી રહ્યા છે. ઈન્ટરનેટ પર વાયરલ થયેલા સમાચારમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેમનું નિધન થઈ ગયું છે. અભિનેતાએ આ ખોટી અફવાઓ પર આકરી પ્રતિક્રિયા આપી છે. શ્રેયસે ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ શેર કરીને જાણકારી આપી કે તે જીવિત છે. અભિનેતાએ તેની પોસ્ટમાં લખ્યું – હું દરેકને ખાતરી આપવા માંગુ છું કે હું જીવુ છુ, ખુશ અને સ્વસ્થ છું. મને એક પોસ્ટ મળી જેમાંદાવો હતો કે હું મૃત છું.
હું જાણુ છુ કે મજાક એની જગ્યાએ છે, પણ જ્યારે તેનો દુરુપયોગ થાય છે ત્યારે તે ખરેખર નુકસાનકારક બની શકે છે. કોઈએ મજાક તરીકે આની શરૂઆત કરી હશે, પરંતુ હવે તે બિનજરૂરી મુશ્કેલી ઊભી કરી રહી છે. આ લોકો ખાસ કરીને મારા પરિવારની લાગણીઓ સાથે રમી રહ્યા છે, જેઓ મારી કાળજી રાખે છે, મારી નાની પુત્રી, જે દરરોજ સ્કૂલે જાય છે, તે પહેલાથી જ મારા સ્વાસ્થ્ય વિશે ચિંતિત છે, તે મને પ્રશ્નો પૂછતી રહે છે. મારા સ્વાસ્થ્ય અંગે ખાતરી માટે પૂછે છે.
આ ખોટા સમાચારે તેનો ડર વધુ વધાર્યો છે. તે તેના સ્કૂલ ટીચર્સ અને મિત્રોને સવાલ કરવા લાગી છે. જે લોોકો મારી મોતને લઇને ઉડી ખબરને વધારો આપી રહ્યા છે તેમને રૂકવા માટે કહીશ. ઘણા લોકોએ મારી હેલ્થને લઇને દુઆ કરી છે. આ હ્યુમર તેમની ભાવનાઓએ ઠેસ પહોંચાડે છે. મારા પરિવાર અને શુભચિંતકોને પરેશાન કરવાવાળુ હ્યુમર છે. જ્યારે તમે ખોટી ખબર ફેલાવો છે, જેને ટાર્ગેટ કરવા માગો છે તે ઇફેક્ટ નથી થતો પણ તેનો પરિવાર અને ખાસ બાળકો પરતેની અસર પડે છે.
નાદાન બાળકો આ સિચ્યુએશનનથી સમજી શકતા. તે ઘણા ઇમોશનલ થઇ જાય છે. આ દરમિયાન જેણે મારી ખબર લીધી હું તેમનો આભારી છું. તમારો પ્રેમ મારા માટે માયને રાખે છે. ટ્રોલર્સને મારી સિંપલ રિકવેસ્ટ છે કે પ્લીઝ બંધ કરો. આવી મજાક કોઇની સાથે ના કરો. હું નથી ઇચ્છતો કે આવું કંઇ તમારી સાથે થાય એટલે સેંસિટિવ બનો. બીજાની ફીલિંગ્સને ઠેસ પહોંચાડી લાઇક્સ અને વ્યુઝ વધારવાનું સારુ નથી.
View this post on Instagram