સાસુ-સસરા સાથે ડિનર પર નીકળી 8 મહિનાની પ્રેગ્નેટ દીપિકા પાદુકોણ, બ્લેક ડ્રેસમાં દેખાયો બેબી બંપ – જુઓ વીડિયો
સાસરિયાઓ સાથે ડિનર ડેટ પર નીકળી 8 મહિનાની પ્રેગ્નેટ દીપિકા પાદુકોણ, બેબી બંપ જોઇ ચાહકોએ વરસાવ્યો પ્રેમ
દીપિકા પાદુકોણ ટૂંક સમયમાં પતિ રણવીર સિંહ સાથે તેના પહેલા બાળકનું સ્વાગત કરવા જઈ રહી છે. અભિનેત્રી આ દિવસોમાં તેની પ્રેગ્નેંસીનોેે આનંદ માણી રહી છે, તે મંગળવારે તેના સાસરિયાઓ સાથે ડિનર પર ગઈ હતી. આ દરમિયાન અભિનેત્રી સાથે તેનો પતિ રણવીર સિંહ નહિ પણ એક ખૂબ જ ખાસ વ્યક્તિ જોવા મળ્યો હતો.
આ દરમિયાનના વીડિયો પણ સામે આવ્યા છે, જે વાયરલ થઇ રહ્યા છે. જણાવી દઈએ કે દીપિકા સાથો દેખાતો ખાસ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ પેરિસ ઓલિમ્પિક 2024નો સ્ટાર બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન છે. જ્યારે દીપિકા તેના સાસરિયાઓ સાથે ડિનર પછી નીકળી રહી હતી ત્યારે બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન પણસાથે જોવા મળ્યો હતો. અભિનેત્રીએ તેને કેમેરાની સામે ગળે પણ લગાવ્યો.
આ દરમિયાન બંને વચ્ચે સારુ બોન્ડિંગ જોવા મળી રહ્યુ હતુ. દીપિકા અને લક્ષ્યની આ બોન્ડિંગે સોશિયલ મીડિયા યુઝર્સના દિલ જીતી લીધા છે. દીપિકા પાદુકોણ 8 મહિનાની પ્રેગ્નેટ છે અને સપ્ટેમ્બરમાં પહેલા બાળકનું આ દુનિયામાં સ્વાગત કરશે, ત્યારે પ્રેગ્નેટ દીપિકા સાથે લક્ષ્ય સેન સિવાય તેના સાસુ-સસરા અને નણંદ પણ રેસ્ટોરન્ટ બહાર જોવા મળ્યા હતા.
ખાસ વાત એ હતી કે બધાએ બ્લેક કપડા પહેર્યા હતા. બ્લેક ડ્રેસમાં કપડામાં દીપિકાના ચહેરા પર પ્રેગ્નેંસી ગ્લો સ્પષ્ટ દેખાતો હતો. જણાવી દઈએ કે, જ્યારે લક્ષ્ય સેન પેરિસ ઓલિમ્પિક 2024ની બ્રોન્ઝ મેડલ મેચમાંથી બહાર થઇ ગયો હતો ત્યારે રણવીર સિંહે તેને સપોર્ટ કર્યો હતો.
View this post on Instagram
તેણે લક્ષ્યના અભિનયની પ્રશંસા કરી હચી અને તેને પ્રોત્સાહિત કર્યો હતો. રણવીર સિંહે લક્ષ્યનો ફોટો પોસ્ટ કરીને લખ્યું હતુ, ‘ફરી એક વાર લડો’. પોતાની પોસ્ટમાં તેણે બેડમિન્ટન ખેલાડીના વખાણ કર્યા હતા. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, દીપિકા પાદુકોણ આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘કલ્કી એડી’માં જોવા મળી હતી.
View this post on Instagram