...
   

સ્ટેજ પર ઉર્ફી જાવેદે પોતાના ડ્રેસમાં લગાવી આગ, બળવાથી માંડ-માંડ બચી એક્ટ્રેસ- જુઓ વીડિયો

સળગતા આગના ગોળામાં ઊભી થઇ ઉર્ફી જાવેદ, બ્લેક ડ્રેસમાં બતાવી ક્રિએટિવિટી

ઉર્ફી જાવેદે મુંબઈમાં ‘ફોલો કર લો યાર’ વેબ સિરીઝનું પ્રમોશન કર્યું હતું. ઉર્ફી જાવેદે પ્રમોશન દરમિયાન એવું કામ કર્યું કે દરેક તેની ક્રિએટિવિટીના વખાણ કરી રહ્યા છે. ‘ફોલો કર લો યાર’ વેબ સિરીઝના પ્રમોશનમાં ઉર્ફી જાવેદે બ્લેક ફિટિંગ ગાઉન પહેર્યું હતું. આ ગાઉનની નીચે સફેદ રંગનો અર્ધ ગોળ આકારનો ગોળો છે જે કાગળથી ઢંકાયેલો છે.

આ પછી, તેને આગ લગાડવામાં આવે છે અને તેના પર ઉર્ફીની વેબ સિરીઝનું નામ ‘ફોલો કર લો યાર’ લખવામાં આવ્યુ હતુ. ઉર્ફીની આ ક્રિએટિવિટીના ખૂબ વખાણ કરવામાં આવી રહ્યા છે. ઉર્ફીએ તેના લુકને પૂર્ણ કરવા માટે મેક-અપ કર્યો હતો. ઉર્ફી જાવેદે આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી શેર કર્યો છે.

વીડિયોમાં ઉર્ફી જાવેદ બ્લેક ડ્રેસ પહેરીને સ્ટેજ પર ઊભેલી જોવા મળી રહી છે. આ પછી તે જગ્યાએ આગ ફાટી નીકળે છે અને શોનું નામ દેખાય છે. આ વીડિયોમાં જોવા મળે છે કે ઉર્ફી જાવેદ ગંભીર ઘાયલ થવાથી બચી ગઇ.જણાવી દઈએ કે આ એક આયોજિત સ્ટંટ હતો, જે

ઉર્ફીએ તેની આગામી વેબસીરીઝ ‘ફોલો કર લો યાર’ના પ્રમોશનલ ઈવેન્ટ દરમિયાન કર્યો હતો. આ વીડિયો પોસ્ટ કરતાં અભિનેત્રીએ લખ્યું, ‘મારી પાંપણ અને ભમર બળી ગયા હતા, પરંતુ તે મૂલ્યવાન હતું.’ ઉર્ફીની આ વેબસીરીઝ 23 ઓગસ્ટે એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે.

 

View this post on Instagram

 

A post shared by Uorfi (@urf7i)

Shah Jina