...
   

કાકાએ સળગાવી બીડી અને પાણી સમજી પેટ્રોલ પર જ ફેકી દીધી માચિસની તિલી, પળવારમાં જ બદલાઇ ગયો પૂરો નજારો

ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે પરંતુ લાપરવાહી સાથે આવું કરવું એ ખતરનાક તેમજ જીવલેણ સાબિત થઈ શકે છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે ચોંકી જશો. લોકો ઘણીવાર ચા કે પાનની દુકાનો પર બીડી અને સિગારેટ પીતા જોવા મળે છે. આ વીડિયોમાં પણ કંઈક આવું જ જોવા મળે છે.

કેટલાક લોકો દુકાન પાસે ઊભા રહી વાતો કરી રહ્યા છે, ત્યાં એક સ્કૂટી પાર્ક છે અને જ્યારે બધા વાતચીત કરવામાં મગ્ન હોય છે ત્યારે થોડી જ સેકન્ડોમાં એવું થઇ જાય છે કે આખો નજારો બદલાઇ જાય છે. વાસ્તવમાં વાત કરતી વખતે એક વ્યક્તિ બીડીને ધૂમ્રપાન કરવા માટે બહાર કાઢે છે, તે ભીની જમીન પર માચીસની તિલી ફેંકે છે. પણ તેને એ પણ ખ્યાલ નથી કે જમીન પર પાણી નહિ પરંતુ પેટ્રોલ છે.

માચીસની સળગતી તિલી જમીન પર પડતાં જ ત્યાં જોરદાર આગ ફાટી નીકળે છે અને આગ તરત જ કાર અને દુકાન સુધી પહોંચી જાય છે. આગ લાગતા જ લોકો સ્થળ પરથી ભાગતા જોવા મળે છે. આ ઘટના આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લાના કલ્યાણદુર્ગમ જિલ્લામાં બની હતી.

Shah Jina