સારા અલી ખાનથી લઇને ભૂમિ પેડનેકર સુધી, આ સ્ટાર્સે ધામધૂમથી મનાવી રક્ષાબંધન
સોમવારે દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. આ તહેવાર ભાઈ અને બહેન વચ્ચેના અતૂટ પ્રેમને દર્શાવે છે. સામાન્ય લોકોથી લઈને ફિલ્મ સ્ટાર્સે પણ પોતાના ભાઇ-બહેન સાથે આ તહેવાર ધામધૂમથી ઉજવ્યો. સારા અલી ખાનથી લઈને અર્જુન કપૂર અને ભૂમિ પેડનેકર સહિત ઘણા સેલેબ્સે ઈન્સ્ટાગ્રામ પર સેલિબ્રેશનની તસવીરો શેર કરી છે. તો કેટલાક સેલેબ્સે તેમની બહેનો અને ભાઈઓ સાથેના ફોટા શેર કરીને સોશિયલ મીડિયા પર ચાહકોને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી.
ખુશી કપૂર
ખુશી કપૂરે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર રક્ષાબંધન સેલિબ્રેશનની તસવીરો શેર કરી છે. આ તસવીરમાં તે ભાઈ અર્જુન કપૂરને રાખડી બાંધતી જોવા મળી રહી છે. આ દરમિયાન તેની કઝિન શનાયા કપૂર પણ તેની સાથે જોવા મળી રહી છે.
View this post on Instagram
સોનમ કપૂર
સોનમ કપૂરે તેના ભાઈ હર્ષવર્ધન કપૂર અને અર્જુન કપૂર સાથે ઘણી તસવીરો શેર કરી છે. તેણે આ તસવીરોને કેપ્શન આપ્યું, ‘મારા ક્રેઝી લોકોને રાખીની શુભેચ્છા.’ આપ સૌને ખૂબ ખૂબ પ્રેમ. ચિંતા કરશો નહીં, હું હંમેશા તમારી સાથે છું.
View this post on Instagram
સારા અલી ખાન
સારા અલી ખાને સૈફ અને કરીના કપૂરના ઘરે રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો. આ અવસર પર અભિનેત્રીએ તેના ત્રણ ભાઈઓ સાથે ઉજવણી કરી અને ઈન્સ્ટાગ્રામ પર ફોટા પણ શેર કર્યા. સારા આ દરમિયાન યલો સૂટમાં જોવા મળી રહી હતી. જ્યારે કરીના પિંક કલરના સૂટમાં સુંદર લાગી રહી હતી.
View this post on Instagram
ભૂમિ પેડનેકર
જ્યારે બી-ટાઉનની અભિનેત્રીઓએ તેમના ભાઈઓને રાખડી બાંધી ત્યારે ભૂમિને તેની બહેન સમીક્ષાએ રાખડી બાંધી જેની તસવીર તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ ફોટામાં અભિનેત્રી તેની બહેન સમીક્ષાના માથા પર હાથ મૂકીને તેને આશીર્વાદ આપતી પણ જોવા મળી રહી છે.
View this post on Instagram
જેનેલિયા ડિસોઝા
બોલિવૂડ એક્ટર રિતેશ દેશમુખની પત્ની જેનેલિયા દેશમુખે પણ તેના ભાઈ નિગેલ ડિસોઝા સાથે એક તસવીર શેર કરી છે. જેમાં તે તેના ભાઈને ગળે લગાવતી જોવા મળે છે. આ સાથે તેણે ભાઇ માટે એક નોટ પણ કેપ્શનમાં લખી હતી.
View this post on Instagram
હુમા કુરેશી
અભિનેત્રી હુમા કુરેશીએ પણ અન્ય સેલેબ્સની જેમ રાખીનો તહેવાર ઉજવ્યો, અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા પર ભાઈ સાકિબ સલીમ સાથેની એક તસવીર શેર કરી કેપ્શનમાં લખ્યું, “હે પાર્ટનર…ભાઈ-બહેન.”
View this post on Instagram
સંજય દત્ત
રક્ષાબંધનના ખાસ અવસર પર સંજય દત્તે તેની બહેનો પ્રિયા અને નમ્રતા સાથે બે તસવીરો શેર કરી અને તેમને રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી. આ પોસ્ટ શેર કરતી વખતે તેણે લખ્યું કે, “તમને બંનેને મારી સાથે મેળવી ખૂબ જ ખુશી મળે છે.” પ્રિયા અને અંજુ, તમારા સતત સમર્થન બદલ આભાર. તમને બંનેને ખૂબ પ્રેમ ! રક્ષાબંધનની શુભકામનાઓ.”
View this post on Instagram
સની દેઓલ
સની દેઓલે પણ રક્ષાબંધન પર એક ફોટો શેર કર્યો છે, જે તેના બાળપણનો છે. આ ફોટોમાં તે તેની બહેન દ્વારા રાખડી બંધાવતો જોવા મળી રહ્યો છે. આ તસવીરમાં અજિતા દેઓલ અને વિજેતા દેઓલમાંથી એક તેના કાંડા પર રાખડી બાંધી રહી છે. તસવીર શેર કરતા તેણે લખ્યું, “હેપ્પી રક્ષાબંધન પ્રિય બહેનો.
View this post on Instagram
રણદીપ હુડ્ડા
રણદીપ હુડ્ડાએ પણ ઈન્સ્ટાગ્રામ પર રાખી સેલિબ્રેશનની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં રણદીપ બહેન અંજલિ રાખડી બાંધતી જોવા મળે છે અને કેપ્શનમાં લખ્યું છે કે, ‘બધાને રક્ષાબંધનની શુભેચ્છા. આપણે હંમેશા એકબીજા માટે સુખ, સલામતી અને આદર લાવીએ. મારી પાસે હંમેશા તમારો ટેકો બહેન છે.
View this post on Instagram
સુનીલ શેટ્ટી
બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટીએ પણ રાખીના ખાસ અવસર પર બે બહેનો સાથેનો એક ફોટો શેર કર્યો અને કેપ્શનમાં લખ્યુ, “પ્યોરેસ્ટ અને સૌથી વધારે ઇટરનલ.”
શ્વેતા સિંહ કીર્તિ
દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ એક દિલને સ્પર્શી જાય તેવી પોસ્ટ કરી અને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી. તેણે સુશાંત સિંહ રાજપૂતનો એક જૂનો વીડિયો શેર કરી કેપ્શનમાં લખ્યું, ‘મારા વ્હાલા ભાઈને રક્ષાબંધનની શુભકામનાઓ, આશા છે કે તમે હંમેશા ખુશ અને દેવતાઓની સંગતિમાં ઊંચા લોકોમાં સુરક્ષિત રહો.’