...
   

છોકરીએ મોલમાં ઉતારી અંડરવેર, અને પછી કરી એવી ગંદી હરકત કે લોકો બોલ્યા- નરકમાં જાવ

સોશિયલ મીડિયા પર ઘણા ઇન્ફ્લુએન્સર છે જેઓ ધ્યાન ખેંચવા અને વ્યુઝ હાંસિલ કરવા ઘણીવાર અજીબોગરીબ વીડિયો પોસ્ટ કરે છે.
તાજેતરમાં જ એક બ્રિટિશ ઇન્ફ્લુએન્સર ક્લો લોપેઝે આવો જ એક વીડિયો શેર કર્યો, જેમાં તેણે વાયરલ ચેલેન્જમાં પોતાની અન્ડરવેર ઉતારી સુપરમાર્કેટમાં બ્રેડની વચ્ચે મૂકતો વીડિયો પોસ્ટ કર્યો.

આ વીડિયોએ હવે સોશિયલ મીડિયા પર ગુસ્સો ઉભો કર્યો છે. ક્લો લોપેઝ કહે છે કે તેણે આ સ્ટંટ કેમેરા પર એક પડકાર તરીકે કર્યો હતો. તેની સોશિયલ મીડિયા ચેનલો પર શેર કરવામાં આવેલ વિડિયોમાં ક્લો લોપેઝ સુપરમાર્કેટમાં બ્રેડ સેક્શન સામે ઉભેલી જોઈ શકાય છે. તે પછી તે તેનો અન્ડરવેર ઉતારી બ્રેડની ટ્રે પર મૂકતી જોઈ શકાય છે.

આ પછી ક્લો લોપેઝ તેની ટ્રોલી લે છે અને હસતાં હસતાં જતી રહે છે. રીપોર્ટ અનુસાર, આ ઘટના મર્કડોના સુપરમાર્કેટમાં બની હતી. આ વીડિયોએ હવે સોશિયલ મીડિયા પર આક્રોશ ફેલાવ્યો છે, લોકો અલગ અલગ કમેન્ટ કરી ઇન્ફ્લુએન્સર પર ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.

Shah Jina