...
   

એસા ક્યા ગુનાહ કિયા, તો લુટ ગયે. ઇલેક્ટ્રિક સ્કૂટરે દીધો દગો તો સર્વિસ સેેન્ટર પર માઈક લઈને ગાવા લાગ્યો બેવફાઇના ગીતો- વીડિયો વાયરલ

ઇલેક્ટ્રિક સ્કૂટરથી દગો ખાઇ સર્વિસ સેંટર પહોંચ્યો વ્યક્તિ, બેવફાઇ ભરેલ ગીતો ગાઇ વ્યક્તિએ દિલનું દર્દ કર્યુ વ્યક્ત

સલમાન ખાનના સુપરહિટ ગીત ‘તડપ તડપ’નો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રેન્ડ કરી રહ્યો છે. આ ગીત ભલે ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’માં સલમાન પર ફિલ્માવવામાં આવ્યું હોય, પરંતુ આ વખતે તેનો ઉપયોગ વિરોધ તરીકે કરવામાં આવી રહ્યો છે, ઓલા ઈલેક્ટ્રીકની સર્વિસથી કંટાળીને સાગર સિંહ નામના વ્યક્તિએ એવી અનોખી પદ્ધતિ અપનાવી કે જેનો વીડિયો સોશિલ મીડિયા પર વાયરલ થઇ ગયો.

સાગર સિંહે દાવો કર્યો છે કે તેણે હાલમાં જ ઓલાનું ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદ્યું હતું, પરંતુ જ્યારે સ્કૂટરમાં ખામી સર્જાઈ ત્યારે કંપનીએ તેની મદદ ન કરી, એટલે નારાજ થઈને સાગર સિંહે ઓલાના શોરૂમની સામે ‘તડપ તડપ’ ગીત ગાઇ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો. વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે સાગર સિંહ સ્કૂટરને એક લારી પર લોડ કરીને સર્વિસ સેન્ટર લઈ ગયો.

ત્યાં પહોંચ્યા પછી તેણે પહેલા સ્કૂટરને માળા પહેરાવી અને પછી માઈકમાં ‘તડપ-તડપ કે ઇસ દિલ સે આહ નિકાલતી રાહી’ ગીત ગાવાનું શરૂ કર્યું. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર @DhanValue નામના એકાઉન્ટથી શેર કર્યો છે.

Shah Jina