...
   

‘પ્લીઝ કોઇ મારી બહેનને કોઈ લઇ જાઓ…’ રક્ષાબંધનની ગિફ્ટમાં ભાઇએ બનાવી દીધી લગ્નની પ્રોફાઇલ

કાચા દોરાની પાક્કી ડોરનો તહેવાર રક્ષાબંધન હાલમાં જ 19 ઓગસ્ટના રોજ સેલિબ્રેટ કરવામાં આવ્યો. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પર ભાઈ-બહેન વચ્ચે પ્રેમ, તકરાર બધુ જોવા મળ્યુ. ઘણી બહેનોએ તેમના ભાઈઓ દ્વારા આપવામાં આવેલી ગિફ્ટની તસવીરો શેર કરી, જ્યારે કેટલીક બહેનોએ ગિફ્ટમાં કંજૂસી કરી હોવાની ખેંચાઇ કરી. ત્યારે આ વચ્ચે રાશિ પાંડે નામની એક છોકરીએ એક્સ પર જણાવ્યુ કે તેના ભાઇએ તેને કેટલી અજીબ ગિફ્ટ આપી.

જ્યારે તેણે તેના ભાઇને પૂછ્યુ કે તે તેને શું ગિફ્ટ આપશે ત્યારે ભાઇએ તેની બહેનની મેટ્રોમોનિયલ સાઇટ પર તેની પ્રોફાઇલ બનાવી દીધી. પ્રોફાઈલનો સ્ક્રીનશોટ શેર કરતા રાશિએ લખ્યું- ભાઈ લોકો આવા કેમ હોય છે ? જ્યારે મેં મારા ભાઈને રાખી ગિફ્ટ માટે પૂછ્યું, ત્યારે તેણે જીવનસાથી ડોટ કોમ પર મારી પ્રોફાઇલ બનાવી દીધી. પ્રોફાઈલના સ્ક્રીનશોટમાં રાશીના ફોટાની નીચે લખ્યું છે – તે એક સારી છોકરી છે, કૃપા કરીને અમારા ઘરેથી કોઈ એને લઈ જાઓ જેથી હું તેના રૂમમાં મારા ઘરનું જિમ બનાવી શકું.

તેણે આઈઆઈએમમાંથી અભ્યાસ કર્યો છે, તો જોઇ લો. સ્ક્રીનશોટમાં લખ્યું છે કે આ પ્રોફાઇલ રાશીના ભાઈએ બનાવી છે. આ પોસ્ટને 4.7 લાખથી વધુ લોકોએ જોઈ છે અને તેના પર ઘણી કોમેન્ટ પણ આવી રહી છે. એક યુઝરે લખ્યું- તેણે ભાઈ જેવું વર્તન કર્યું છે. બીજાએ લખ્યું- ભાઈએ પ્રોફાઈલમાં બાયો લખવામાં મહેનત પણ ન કરી, એક યુઝરે મજા લેતા લખ્યું- ભાઈ, તમે રાખી પર 1000 રૂપિયા આપતા ભાઈઓની આંખો ખોલી દીધી. જ્યારે એકે લખ્યું- આ કંઈ નથી, મારા ભાઈએ મને OLX પર જ મૂક્યો હતો.

Shah Jina