રાશિદ ખાને 26 બોલમાં ઠોક્યા તાબડતોડ 53 રન, ટૂર્નામેન્ટની સૌથી તેજ ફિફટી
અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના દિગ્ગજ સ્પિનર રાશિદ ખાનની શાનદાર બોલિંગથી તો બધા વાકેફ છે, પરંતુ તેની વિસ્ફોટક બેટિંગથી બહુ ઓછા લોકો સામે આવ્યા છે. હાલમાં અફઘાનિસ્તાનમાં શપગીઝા ક્રિકેટ લીગ ચાલી રહી છે. ત્યારે 25 વર્ષિય ઓલરાઉન્ડરે પોતાની વિસ્ફોટક બેટિંગથી ઈતિહાસ રચી દીધો. તે ટૂર્નામેન્ટમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો.
શપગીઝા ક્રિકેટ લીગની 16મી મેચ ગઈકાલે એટલે કે 20 ઓગસ્ટે કાબુલ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ધ સ્પિન ઘર ટાઈગર્સ અને એમો શાર્ક્સ વચ્ચે રમાઈ હતી. અહીં શાર્ક્સની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 17 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 166 રન બનાવ્યા હતા.વિપક્ષી ટીમે આપેલા 167 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે રાશિદ ખાનની આગેવાની હેઠળની ટીમ ધ સ્પિને પ્રથમ 5 વિકેટ માત્ર 20 રનમાં ગુમાવી દીધી હતી. જો કે તેમ છતાં કેપ્ટન ખાને હાર ન માની.
ત્રીજી ઓવરમાં બેટિંગ કરવા આવેલા રાશિદે કુલ 26 બોલનો સામનો કર્યો અને આ દરમિયાન તેણે 3 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 53 રનની અડધી સદીની ઇનિંગ રમી.આ દરમિયાન તેણે ઈકરામ અલી ખિલ સાથે 73 રનની મહત્વની અડધી સદીની ભાગીદારી પણ કરી. મેચ દરમિયાન રાશિદ ખાને એકથી એક ખૂબસુરત શોટ માર્યા, જેમાં નો-લુક જ્યારે ખાને ઘણા સુંદર શોટ્સ કર્યા હતા. જેમાં ‘નો-લુક’ સિક્સથી લઈને ‘હેલિકોપ્ટર શોટ’ સુધી સામેલ રહ્યા.
.@RashidKhan_19 brought the heat and pure entertainment this afternoon to leave everyone thrilled! 🔥#SCL9 | #SCL2024 | #Shpageeza | #SGTvAS pic.twitter.com/pDNRU2n3DG
— Afghanistan Cricket Board (@ACBofficials) August 20, 2024