7 ફૂટ 7 ઇંચ હાઇટ, લાંબા વાળ…આ વ્યક્તિએ ‘સ્ત્રી 2’માં નિભાવ્યો છે સરકટાનો રોલ, ‘ધ ગ્રેટ ખલી ઓફ જમ્મુ’ નામથી છે મશહૂર
7 ફૂટ 7 ઇંચ હાઇટ, લાંબા વાળ…રિયલ લાઇફમાં આવો દેખાય છે સરકટા, જાણો કોણ છે આ વિશાળકાય વ્યક્તિ
‘સ્ત્રી 2’ બોક્સ ઓફિસ પર રાજ કરી રહી છે. આ હોરર કોમેડી ફિલ્મમાં સરકટાએ આતંક ફેલાવ્યો છે. હવે જ્યારે આ ફિલ્મનો ક્રેઝ દર્શકોમાં માથા પર ચઢી બોલી રહ્યો છે, ત્યારે દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે સરકટાના ડરામણા ચહેરા પાછળનો અસલી વ્યક્તિ કોણ છે. શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની હોરર કોમેડી ફિલ્મ ‘સ્ત્રી 2’એ બોક્સ ઓફિસ પર સુનામી મચાવી દીધી છે. પહેલા જ વીકએન્ડમાં ફિલ્મે દેશમાં 200 કરોડનો આંકડો પાર કરી લીધો, ત્યારે વિશ્વભરમાં 300 કરોડનો આંકડો પણ વટાવી ગયો છે.
શું તમે જાણો છો કે ‘સ્ત્રી 2’માં સરકટાનું પાત્ર કોણે ભજવ્યું હતું ? આ વખતે માથા વગરના આ વિલને માત્ર ચંદેરીના લોકોમાં જ નહીં પરંતુ દર્શકોના દિલમાં પણ ડર ઉભો કર્યો છે. ‘સ્ત્રી 2’માં સરકટાની ભૂમિકા ભજવનારનું નામ સુનીલ કુમાર છે અને તે જમ્મુનો રહેવાસી છે. તેને ધ ગ્રેટ ખલી ઓફ જમ્મુ પણ કહેવામાં આવે છે. સુનીલ કુમાર એક અદ્ભુત રેસલર છે અને અહેવાલો છે કે તે જમ્મુ અને કાશ્મીર પોલીસમાં કોન્સ્ટેબલ છે.
સુનીલ કુમાર ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ છે અને અહીં તેમણે પોતાનું નામ સની જાટ જણાવ્યુ છે. તેના બાયોમાં તેણે માહિતી આપી છે કે તે એક અભિનેતા, એથલીટ અને ઇન્ફ્લુએન્સર છે. સરકટાનું પાત્ર ભજવતા સુનીલ કુમારની ઊંચાઈ 7.7 ફૂટ છે. તેમને ‘ધ ગ્રેટ અંગાર’ તરીકે પણ ઓળખવામાં આવે છે. શું તમે જાણો છો કે મેકર્સે સુનીલ કુમાર સાથે સરકટા વાળા સીન કેવી રીતે શૂટ કર્યા હતા? નિર્દેશક અમર કૌશિકે વાતચીતમાં જણાવ્યું હતુ કે, સુનીલ કુમારને તેની કાસ્ટિંગ ટીમે શોધી કાઢ્યો હતો.
સુનીલ કુમારને તેના શરીર અને ઊંચાઈના કારણે સાઈન કરવામાં આવ્યો હતો. અમર કૌશિકે જણાવ્યું કે સરકટાનો ચહેરો CGI દ્વારા બનાવવામાં આવ્યો હતો અને સુનીલ કુમારના બાકીના બોડી શોટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સુનીલ કુમાર જમ્મુ-કાશ્મીરમાં રહે છે. ફિલ્મોમાં કામ કરવા ઉપરાંત તે કોન્સ્ટેબલ તરીકે પણ કામ કરે છે. વર્ષ 2019માં તે WWEનો પણ ભાગ હતો. તેનું સ્વપ્ન હવે WWEમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું છે. સુનીલ કુમારની ઇન્સ્ટા પ્રોફાઇલ પર એક તસવીર છે જે દર્શાવે છે કે તે બ્લોકબસ્ટર કલ્કી 2898માં અમિતાભ બચ્ચનનો બોડી ડબલ બન્યો છે. આ ફિલ્મમાં અમિતાભે અશ્વત્થામાની ભૂમિકા ભજવી હતી.