ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિનરને મળ્યા જેઠાલાલ ! દિલીપ જોશી સાથે મુલાકાત બાદ એથ્લીટે જાહેર કરી ખુશી
અમન સેહરાવતે પેરિસ ઓલિમ્પિકમાં પુરુષોની 57 કિગ્રા ફ્રી સ્ટાઇલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. અમનની જીત તેના સમર્પણ અને કૌશલ્યનો પુરાવો છે. ઓલિમ્પિકમાં મળેલી ખુશી પછી અમનને ફરી ખુશ થવાની મોટી તક મળી, કારણ કે તે તેના ફેવરિટ શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના જેઠાલાલ એટલે કે દિલીપ જોશી તેને મળવા પહોંચ્યા.
જીત બાદ એક ઈન્ટરવ્યુમાં તેણે ફ્રી સમયમાં શું કરવાનું પસંદ કરે છે તેના વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતુ, ‘મને મારા ફ્રી ટાઈમમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોવી ગમે છે.’ સોશ્યિલ મીડિયા પર ઘણા ચાહકોએ તેના શો પ્રત્યેના પ્રેમને પસંદ કર્યો. ત્યારે હવે દિલીપ જોશીને મળ્યા બાદ બ્રોન્ઝ મેડલ જીતવાની અમનની ખુશી બેગણી થઇ ગઇ છે. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી અમને ખુશી વ્યક્ત કરી હતી.
તેણે ઈન્સ્ટા પોસ્ટમાં લખ્યું, ‘આજે જેઠાલાલ (દિલીપ જોશીજી)ને મળીને મને ખૂબ જ આનંદ થયો. તેમને “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” માં જોઈને મારા મુશ્કેલ સમયમાં પણ હંમેશા મને હાસ્ય અને ખુશી મળી. મને મળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.’ આ ઉપરાંત દિલીપ જોશીએ પણ ઇન્સ્ટા સ્ટોરી પર અમન સાથે મુલાકાતની તસવીર શેર કરી હતી.
જેમાં તેમણે લખ્યુ- અમન સેહરાવતના બ્રોન્ઝ મેડલ જીતવાની ઉજવણી કરવાની મારા માટે શ્રેષ્ઠ રીત જલેબી-ફાફડાની રીત છે. અમન સેહરાવતને મળી અને તેની સાથે સમય વિતાવી ગૌરવાન્વિત મહેસૂસ કરુ છુ… શું પ્રેરણા છે…