...
   

સ્કૂટી સવાર યુવતિ સાથે બદમાશોએ કરી છેડછાડ, પોલિસની તત્પરતા જોઇ તમે પણ કહેશો વાહ

આ છે તાજ નગરનો હાલ…આગળ-આગળ સ્કૂટી પર છોકરી અને પાછળ-પાછળ બાઇક પર બદમાશો- 5 કિમી સુધી છેડતા રહ્યા

આગ્રામાં એક યુવતીની છેડતીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે પાંચ બદમાશો સ્કૂટી પર સવાર એક યુવતીની છેડતી કરી રહ્યા છે. આ વીડિયો રક્ષાબંધનના એક દિવસ પહેલાનો હોવાનું કહેવાય છે. રવિવારે રાત્રે યમુના કાંઠાના રોડ પર યુવકોએ સ્કૂટી પર સવાર યુવતીની છેડતી કરી હતી. બુલેટ અને અન્ય બાઇક પર સવાર પાંચ શખ્સોએ ઘણા કિલોમીટરો સુધી યુવતીનો પીછો કર્યો. યુવકે તાજગંજથી બેલનગંજ સુધી યુવતીનો પીછો કર્યો હતો.

યુવતીને સ્કૂટી પરથી પાજી સાથે લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આ દરમિયાન ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલે યુવતીને આ બદમાશોથી બચાવવામાં મદદ કરી. આ મામલો આગ્રાના તાજગંજનો કહેવામાં આવી રહ્યો છે. વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે એક યુવતીને સ્કૂટી પર એકલી જોઈને યુવકો તેનો પીછો કરી રહ્યા છે અને તેની છેડતી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. બુલેટ અને બાઇક સવાર બદમાશોએ યુવતીને સ્કૂટી પુરથી પાડવાનો પણ પ્રયાસ કર્યો હતો અને તેની સ્કૂટી પર પગ મૂકીને રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો.

બદમાશોથી પરેશાન યુવતી કોઈક રીતે પોતાને બચાવવાની કોશિશ કરતી રહી. ત્યારે ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ યુવતી માટે સહારો બન્યો. ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલે યુવતીને આ બદમાશોના ચુંગાલમાંથી બચાવવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલે કાર ચલાવીને યુવતીને બચાવી હતી. પોલીસકર્મીને જોઈને યુવક ડરીને ભાગી ગયા હતા. યુવતીને બચાવનાર કોન્સ્ટેબલનું નામ રાજીવ કુમાર છે, જે ટ્રાફિકના સોશિયલ મીડિયા સેલમાં કામ કરે છે.

Shah Jina