...
   

વાળ ખેંચ્યા-મોઢા પર કર્યો થપ્પડોનો વરસાદ, છોકરીઓએ રસ્તા વચ્ચે કરી એવી શર્મનાક હરકત કે…જુઓ વીડિયો

રસ્તા વચ્ચે છોકરીઓ વચ્ચે દે દનાદન, લોકો બોલ્યા- BF નું ચક્કર ખરાબ છે…

તમે રસ્તા પર છોકરાઓ વચ્ચે ઘણીવાર ઝઘડો થતો જોયો હશે, કેટલીક વાર તો બહેસ મારામારીમાં પણ ફેરવાઈ જતી હોય છે. જો કે કેટલીકવાર છોકરીઓ વચ્ચે પણ ઉગ્ર દલીલો જોવા મળે છે, પરંતુ રસ્તાની વચ્ચે લડાઈના દ્રશ્યો ભાગ્યે જ જોવા મળે છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બે યુવતીઓ ખરાબ રીતે ઝઘડતી જોવા મળી રહી છે.

કોઇ લાત મારી રહ્યુ છે તો કોઇ વાળ ખેંચી રહ્યુ છે. બંને ફ્રી સ્ટાઇલમાં હાથનો ઉપયોગ કરતી જોવા મળી રહી છે. તેઓ એકબીજા સાથે દુર્વ્યવહાર પણ કરી રહ્યા છે. ત્યારે કોઇ દૂર ઉભેલા વ્યક્તિએ આ લડાઈને પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી દીધી જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

@gharkekalesh દ્વારા તેના X એકાઉન્ટ પર શેર કરવામાં આવેલા વીડિયોમાં ત્રણ છોકરીઓ જોવા મળી રહી છે. ગ્રીન ટી-શર્ટ વાળી છોકરી વ્હાઇટ ટી-શર્ટ વાળી છોકરી સામે થપ્પડ જડતી જોવા મળે છે. આ પછી બંને વચ્ચે દે દનાદન શરૂ થઇ જાય છે.

Shah Jina