બજરંગ પુનિયાથી થઇ ગઇ મોટી ભૂલ, કરી દીધુ તિરંગાનું અપમાન- ભડક્યા લોકો, કહ્યુ- માફી માંગો, જુઓ વીડિયો

વિનેશ ફોગાટના સ્વાગતમાં બજરંગ પુનિયાથી થઇ ગઇ મોટી ભૂલ, ભડક્યા લોકો, કહ્યુ- માફી માંગો….

રેસલિંગ સ્ટાર વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિકમાં મોટો મુદ્દો સાબિત થઇ. તેના સાથી બજરંગ પુનિયા અને સાક્ષી મલિકે તેને દરેક જગ્યાએ સપોર્ટ કર્યો. પરંતુ તે જ્યારે પેરિસથી ભારત પરત ફરી ત્યારે તેના સ્વાગત સમારોહમાં બજરંગ પુનિયાથી મોટી ભૂલ થઇ ગઇ. જેના કારણે સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે. વાસ્તવમાં બજરંગ પુનિયા અને સાક્ષી મલિક સહિત વિનેશના કેટલાક મિત્રો તેને એરપોર્ટ પર લેવા આવ્યા હતા.

ત્યારે રોડ શો દરમિયાન બજરંગ પુનિયાથી એક ભૂલ થઇ જેના કારણે ફેન્સ તેને નિશાન બનાવી રહ્યા છે. વિનેશ ફોગાટના રોડ શોના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાંથી એક વીડિયોમાં બજરંગ પુનિયા કાર પર ઉભા રહીને મીડિયા અને ભીડને હટાવતા જોવા મળે છે. આ દરમિયાન ભૂલથી તેનો પગ કાર પર લાગેલ તિરંગાના પોસ્ટરને સ્પર્શે છે, જોકે પુનિયાને આ વાતની નોંધ લીધી નહોતી.

આ જોઈને ચાહકો ગુસ્સે થઈ ગયા. યુઝર્સ બજરંગ પુનિયાને અલગ-અલગ રીતે ટ્રોલ કરતા કરી રહ્યા છે. વીડિયો શેર કરતી વખતે એક યુઝરે લખ્યું કે, ‘તિરંગાનું અપમાન કરવાનું બંધ કરો.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘બજરંગ પુનિયાએ માફી માંગવી જોઈએ.’ જો કે કેટલાક લોકો તેનો સપોર્ટ કરતા પણ જોવા મળ્યા. એક યુઝરે લખ્યું કે બજરંગ પુનિયાથી આ ભૂલ ભૂલથી થઈ ગઈ.

Shah Jina